‘ચૂંટણી ચાણક્ય’ પ્રશાંત કિશોર 2019 લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત મોદીને આપી શકે છે સાથ, જાણો વિગત
નવી દિલ્હીઃ ચૂંટણી ચાણક્ય માનવામાં આવતા પ્રશાંત કિશોર ફરી એક વખત બીજેપી સાથે આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 2014માં ભાજપની જીતનો મુખ્ય ભૂમિકા ભજવનારા પ્રશાંત કિશોર 2019 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલ મુજબ બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે પણ તેમની મુલાકાત થઈ છે. 2014માં લોકસભા ચૂંટણી પહેલા 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રશાંત કિશોરે મોદીના ચૂંટણી રણનીતિકાર તરીકે કામ કર્યું હતું.
તાજેતરમાં જ પીએમ મોદી અને પ્રશાંત કિશોર વચ્ચે આ મુદ્દે મુલાકાત થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે પ્રશાંત કિશોર કેમ્પનું કહેવું છે કે કંઈ પણ કહેવું ઉતાવળભર્યું ગણાશે. કારણકે પ્રશાંત કિશોર ચૂંટણી મુદ્દે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મળતા રહે છે. કર્ણાટક વિધાનસભા પરિણામો બાદ જ 2019 લોકસભા ચૂંટણીને લઈ ફેંસલો લેવાશે.
ઉપરાંત તેમણે યુપી અને પંજાબ ચૂંટણીમાં કોંગ્રેસ માટે કામ કર્યું હતું.
2014માં અમિત શાહ સાથે મતભેદ બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો. જે બાદ પ્રશાંત કિશોર બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન નીતિશ કુમાર સાથે જોડાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -