✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

VHPના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવશે તોગડિયાને, RSSની પસંદગીનો હશે નવો ચહેરો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Apr 2018 10:10 AM (IST)
VHPના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવશે તોગડિયાને, RSSની પસંદગીનો હશે નવો ચહેરો, જાણો વિગત
1

સુત્રો અનુસાર, આરએસએસના નેતૃત્વએ વિશ્વ હિન્દુ પરિષદને નિર્દેશ આપી દીધો છે કે જરૂર પડવાથી સંગઠનના બંધારણ-નિયમ અનુસાર સંગઠનમાં ચૂંટણી પણ કરાશે. વીએચપીના કાર્યકારી બોર્ડની બેઠકમાં સંઘના મોટા અધિકારીઓ પણ હાજર રહેશે.

2

3

ગયા મહિને નાગપુરમાં સંઘની પ્રતિનિધિ સભાની બેઠકમાં પ્રવિણ તોગડિયાએ અને રાઘવ રેડ્ડીને સંઘ નેતૃત્વએ સ્પષ્ટ કરી દીધું હતું કે, બન્નેને પોતાનું પદ છોડવું પડશે. ઉલ્લેખનીય છે કે, પ્રવિમ તોગડિયા અને પીએમ મોદીની વચ્ચેની લડાઇ જુની છે. સંઘ અને વીએચપીના નેતા પણ પીએમ મોદી અને તોગડિયાની આ લડાઇથી દરેક રીતે જાણકાર છે.

4

5

વીએચપીના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયા અને વીએચપી અધ્યક્ષ રાઘવ રેડ્ડીનો કાર્યકાળ ગયા ડિસેમ્બરમાં જ પુરો થઇ ગયો હતો. વીએચપીના નવા અધ્યક્ષની ચૂંટણી માટે ગઇ 29 ડિસેમ્બરે ભુવનેશ્વર સંગઠનના કાર્યકારી બોર્ડની બેઠક થઇ હતી. આરએસએસ રાઘવ રેડ્ડીની જગ્યાએ વી.કોકજેને નવા અધ્યક્ષ બનાવવા માગતા હતા, પણ તોગડિયા સમર્થકોએ હંગામો કરીને ચૂંટણી ના થવા દીધી અને આ કારણે નવા અધ્યક્ષ માટે ચૂંટણી થઇ શકી નહીં.

6

સંઘ નથી ઇચ્છતો કે પ્રવિણ તોગડીયા વીએચપીના કાર્યકારી અધ્યક્ષ અને રાઘવ રેડ્ડી વીએચપીા અધ્યક્ષ સ્થાને રહે. 14 એપ્રિલે સંઘની પસંદ વી. કોકલે નવા વીએચપી અધ્યક્ષ બની શકે છે. 14 એપ્રિલે ગુરુગ્રામમાં કાર્યકારી બોર્ડની બેઠક થશે.

7

નવી દિલ્હીઃ પીએમ મોદી સાથે વિવાદને લઇને ચર્ચામાં રહેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયાને જલ્દી પોતાના પદ પરથી હટાવી દેવામાં આવી શકે છે. 14 એપ્રિલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયા અને વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ રાઘવ રેડ્ડીને વીએચપી સંગઠનની કાર્યકારી બોર્ડની બેઠકમાં હટાવી દેવામાં આવશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • VHPના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવશે તોગડિયાને, RSSની પસંદગીનો હશે નવો ચહેરો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.