BJPએ જનતા સાથે કર્યો વિશ્વાસઘાત, રામ મંદિરના નામે છેતરવાનું કામ કર્યું: પ્રવીણ તોગડિયા
તોગડિયાએ કહ્યું કે રામ મંદિર બનાવવાના આહવાન પર એકજૂથ થયેલા તે 30 કરોડ શિલા પૂજન કરનારા કારસેવકો અને કોઠારી બંધુઓ સાથે વિશ્વાસઘાત છે. ટ્રીપલ તલાક અને જીએસટીનો કાયદો બનાવી શકે છે તો રામ મંદિરનો કાયદો કેમ નહીં બને? આ મુદ્દે અમે અડગ રહીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રવીણ તોગડિયાએ કહ્યું કે જ્યારે ભાજપે રામ મંદિરને લઈને શરૂઆત કરી હતી ત્યારે લોકોને લાગતું હતું કે કેન્દ્રમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનશે તો રામ મંદિર બનશે. પરંતુ આજે બધા છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે.
નવી દિલ્હી: વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકાર પ્રહારો કર્યા છે. ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ રામ મંદિરને લઈને કહ્યું કે બીજેપીએ જનતાને રામના નામ પર છેતરવાનું કામ કર્યુ છે. સાથે તેમણે આક્ષેપ લગાવ્યો કે ભાજપ વોટબેન્ક માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, સરકારે રામ મંદિરનો કાયદો બનાવવો જોઈએ. ચૂંટણીમાં સમર્થન આપવાના સવાલ પર તોગડિયાએ કહ્યું કે અમે હિંદુઓ સાથે છીએ. દિલ્હીની પ્રથમ ધર્મ સંસદે નિર્ણય લીધો હતો જેના પગલે રામ જન્મભુમિ મુક્તિ યજ્ઞ સમિતિ બનાવી હતી અને તેના અધ્યક્ષ મહંત અવૈદ્યનાથજીને બનાવ્યા હતા. તે સમયે કોર્ટમાં કેસ હતો. કોર્ટના નિર્યણની રાજનીતિ થશે. સોમનાથ મંદિરની જેમ મંદિર બનાવવાની વાત હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -