ID બતાવ્યા વગર રિચાર્જ નહીં થાય પ્રીપેડ મોબાઈલ!, સરકાર લાવી રહી છે નવી યોજના!
રોહતગીએ પોતાની દલીલમાં એક વખત ફરી પેટીએમનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, નોટબંધી બાદ મોબાઇલ ફોનથી નાણાંકીય ટ્રાન્ઝેક્શનમાં વધારો જોવા મળ્યો છે. તેનાથી અપરાધમાં નિયંત્રણ આવશે. તેમણે કહ્યું કે, એક વર્ષમાં અમે આધાર સાથે જોડાયેલ કેવાઇસી માટે સિસ્ટમ બનાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટર્ની જનરલે દલીલ આપી કે આધાર કાર્ડને આધારે સરકાર નકલી પીડીએસ કાર્ડધારકોને હટાવવામાં સફળ રહી છે અને તેનાથી 40,000 કરોડ રૂપિયાથી વધારેની સબસિડી લિકેજ ખત્મ કરવામાં મદદ મળી છે. તેમણે કહ્યું કે, ઓળખના પૂરાવાના અન્ય માધ્યમની નકલ કરી શકાય છે, પરંતુ આધારમાં બાયોમેટ્રિક્સની કોપી કરી ન શકાય.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચેએસ ખેહરની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, તેને અનેક તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. એક વર્ષની અંદર તમામ નવા મોબાઈલ સબ્સક્રાઈબર્સને આધાર આધારિત ઈ-કેવાઈસી ફોર્મ ભરવા માટે કહેવામાં આવશે. તે અંતર્ગત જૂના ગ્રાહકોના વેરિફિકેશન માટે છ મહિનાનો સમય આપવામાં આવશે જેને વેરિફિકેશન વગર સિમ લીધું છે. જો આ ગાળામાં તે પોતાનો ઓળખનો પૂરાવો આપશે નહીં તો તેના રીચાર્જ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
સામાન્ય રીતે પ્રીપેઇડ સિમ લેવું પોસ્ટપેઇડની તુલનામાં સરળ ગણવામાં આવે છે, કારણ કે તેમાં પોસ્ટપેઇડની તુલનામાં ઓછું વેરિફિકેશન કરવામાં આવે છે. આવનારા સમયમાં આ એટલું સરળ નહીં હોય. સુપ્રીમ કોર્ટે સરકારને તમામ પ્રીપેઇડ યૂઝર્સની ઓળખ કરવા માટે કહ્યું છે, જેથી સિમનો દુરુપયોગ રોકી શકાય.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, દેશના 90 ટકા પ્રીપેમ સિમ ગ્રાહકો પોતાના મોબાઈલ ગ્રાહકોએ રીચાર્જ કરાવવા માટે ઓળકનો પૂરાવો આપવો પડશે. તમને જણાવીએ કે દેશમાં અંદાજે 90 ટકા મોબાઈલ યૂઝર્સની પાસે પ્રીપેડ સિમ છે જ્યારે માત્ર 10 ટકા યૂઝર્સ પોસ્ટપેડ સિમનો ઉપયોગ કરે છે.
અટોર્ની જનરલ મુકુલ રોહતગીએ ચીફ જસ્ટિસને જે એસ ખેહરની આગેવાનીવાળી બેન્ચને જણાવ્યું કે, સરકાર આ પ્રોગ્રામને શરૂ કરવામાં અંદાજે 1 વર્ષ લાગી શકે છે. તે અંતર્ગત પ્રીપેડ કાર્ડ્સને આધાર કાર્ડ વગર અથવા વેલિડ ઓળખના પૂરાવા બતાવ્યા વગરા રીચાર્જ નહીં કરાવી શકાય.
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર એક નવી યોજના લાવવી જઈ રહી છે. તે અંતર્ગત આવતા એક વર્ષમાં તમામ પ્રીપેડ સિમ ગ્રાહકોને રિચાર્જ કરાવતા સમયે પોતાની ઓળખ (ID)નો પૂરાવો આપવો પડશે. જો ગ્રાહક ઓળક સાબિત ન કરી શકે તો તે સિમ રિચાર્જ કરાવી શકશે નહીં. આ જાણકારી સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં આપી.
તેમણે કહ્યું કે, સરકાર તમામ મોબાઈલ ફોન ગ્રાહકો માટે આધાર સાથે જોડાયેલ કેવાઇસીની તૈયારીમાં છે. જોકે, તેમાં સમય લાગશે અને આ કામ રાતોરાત ન કરી શકાય. આ પ્રકારના નિર્ણયનો ઉદ્દેશ આવનારા દિવસોમાં નાણાંકીય ફ્રોડ રોકવાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -