કોણ બનશે રાષ્ટ્રપતિ? આ 6 લોકોએ કર્યું નોમિનેશન, જાણો કોણ છે તે
4896 વોટર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લેશે. તેમાં 4120 MLAs અને 776 MPs સામેલ છે. 20 AAPના ધારાસભ્યો સામે હાઉસ ઓફ પ્રોફિટના મામલે કેસ ચાલી રહ્યો છે. પરંતુ ઈલેક્શન કમિશનનું કહેવું છે કે આજની વાત કરવામાં આવે તો તેઓ વોટ નાંખી શકશે. 12 નોમિનેટેડ રાજ્યસભા મેમ્બર્સ પણ વોટ નહીં આપી શકે. આ ઉપરાંત લોકસભામાં એંગ્લો-ઈન્ડિયન કમ્યુનિટીના નોમિનેટેડ મેમ્બર્સ પણ વોટ નહીં નાંખી શકે. 10 રાજ્યસભાની ખાલી સીટો માટે ચૂંટણીની જાહેરાત રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ જ કરી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ 6 લોકોએ કર્યું નોમિનેશનઃ કે પદ્મરાજન –તામિલનાડુ - આનંદ સિંહ કુશ્વાહ – મધ્યપ્રદેશ - એ. બાલારાજ – તેલંગાણા - સાયરા બાનો મોહમ્મદ પટેલ – મુંબઇ - મોહમ્મદ પટેલ અબ્દુલ હમીદ –મુંબઇ - કોંડેકર વિજયપ્રકાશ – પુણે
નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિ ચૂંટણીનું નોટિફિકેશન જારી કર્યા બાદ બુધવારથી જ તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક બાજુ એનડીએ અને યૂપીએ પોતાના ઉમેદવારની પસંદગી કરવા માટે બેઠકો કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ 6 લોકોએ રાષ્ટ્રપતિ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી દીધી છે.
રાષ્ટ્રપતિપદની ચૂંટણીના સંદર્ભમાં ભાજપની સમિતિ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે શુક્રવારે મુલાકાત કરવાની છે. દરમિયાન, રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપને પડકારવા માટે સોનિયા ગાંધી હાલમાં વિપક્ષને સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.
એક અહેવાલ મુજબ રાષ્ટ્રપતિપદ માટે એનડીએ ઉમેદવાર 23મી જૂને ઉમેદવારીપત્રો ભરી શકે છે. ભાજપની ટીમ સોનિયા ગાંધી અને સીપીએમ નેતા સીતારામ યેચુરી સાથે શુક્રવારે મુલાકાત કરી શકે છે.
NDA પાસે હાલ 54% સિક્યોર વોટ છે. તેથી હવે તેઓ મનપસંદ રાષ્ટ્રપતિને પસંદ કરી શકશે. 410 સાંસદ અને 1691 ધારાસભ્યોની તાકાતથી એનડીએ પાસે 5,32,019 વોટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -