રામનાથ કોવિંદ બન્યા દેશના 14મા રાષ્ટ્રપતિ, 66 ટકા મત મળ્યા, 25મીએ લેશે શપથ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jul 2017 08:36 AM (IST)
1
સોમવારે (17 જુલાઈ) દેશના 32 મતગણના સ્થળો પર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ થયું હતું. ગુરુવારે સૌથી પહેલા સંસદમાં થયેલા મતદાન પેટીઓ ખોલવામાં આવી હતી. તેના પછી આંધ્રપ્રદેશ અને અસમની મતપેટીઓ ખોલવામાં આવી હતી.
2
જ્યારે મીરા કુમારને ત્રણ લાખ 66 હજાર 314 વોટ મળ્યા છે. રામનાથ કોવિંદને 66 ટકા વોટ મળ્યા, જ્યારે મીરા કુમારને 34 ટકા વોટ મળ્યા છે.
3
નવી દિલ્લી: રામનાથ કોવિંદ દેશના 14મા રાષ્ટ્રપતિ બની ગયા છે. થોડીવારમાં તેમની જીતને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદને 7 લાખ 2 હજાર 44 વોટ મળ્યા છે.
4
રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના રામનાથ સિંહ કોવિંદ અને કોંગ્રેસના મીરા કુમાર સાથે મુકાબલો હતો. હાલના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ 24 જુલાઈએ પુરો થાય છે. દેશના 14મા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ પદના શપથ લેશે.