આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો વિદાય સમારંભ, સાંસદોને છેલ્લીવાર સંબોધન કરશે
આ અગાઉ શનિવારે દિલ્લીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સન્માનમાં ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. પ્રણવ મુખર્જીને સ્મૃતિ ચિન્હ ભેટમાં આપવામાં આવ્યા હતા. પ્રણવ મુખર્જીની વિદાય બાદ 25 જુલાઇએ રામનાથ કોવિંદનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવશે. તે જ દિવસે રામનાથ કોવિંદ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં શપથ લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાષ્ટ્રપતિના વિદાય કાર્યક્રમમાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન વિદાય ભાષણ આપશે. રાષ્ટ્રપતિને સાસંદોના હસ્તાક્ષરવાળી પુસ્તક આપવામાં આવશે. વિદાયના કાર્યક્રમ બાદ પ્રણવ મુખર્જીની સમ્માનમાં હાઈ ટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રણવ મુખર્જીને ભાવતી વાનગીઓ પીરસવામાં આવશે.
નવી દિલ્લી: વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે સાંસદો વિદાય આપશે. સંસદના સેન્ટ્રલ હોલમાં વિદાય કાર્યક્રમ યાજાશે. આજે પ્રણવ મુખર્જી સાંસદોને અંતિમ વખત સંબોધન કરશે. પ્રણવ મુખર્જીનો કાર્યકાળ સમાપ્ત થવાને માત્ર બે દિવસ બાકી છે. નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 જુલાઇએ શપથ લેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -