ટ્રિપલ તલાક બિલ પર નવા અધ્યાદેશને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Jan 2019 09:48 AM (IST)
1
ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થયા બાદ રાજ્યસભામાં અટક્યું હતું. જેના કારણે ટ્રિપલ તલાક બિલ 'ધ મુસ્લિમ વીમને પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઇન મેરિજ એક્ટ' પાસ થયું નથી જેના કારણે મોદી સરકારે બીજી વખત આ અધ્યાદેશ લાવવું પડ્યું. એનડીએ સરકારે આ બિલને લોકસભામાં પાસ તો કરાવી લીધું હતું. પરંતુ રાજ્યસબામાં બિલને પાસ કરાવવા માટે પર્યાપ્ત સંખ્યાબળ નથી.
2
નવી દિલ્હી: ટ્રિપલ તલાક અધ્યાધેશ બિલ(Triple talaq ordinance bill)ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એકવાર ફરી મંજૂરી આપી દીધી છે. આ પહેલા ગુરુવારે કેન્દ્રીય કેબિનેટે ટ્રિપલ તલાકને અપરાધ જાહેર કરવા સંબંધિત આ અધ્યાદેશને ફરી જારી કરવના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પ્રથમ અધ્યાદેશ ગત સપ્ટેમ્બરમાં જારી કરવામાં આવ્યો હતો. જે 22 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.