સવર્ણોને 10 ટકા અનામત બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, જાણો ક્યારે થશે લાગું ?
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આર્થિક રીતે નબળા સવર્ણોને આ કાયદા હેઠળ રોજગાર અને શિક્ષણમાં લાભ મળશે. કહેવામાં આવી રહ્યું છે કે એક સપ્તાહની અંદર 10 ટકા અનામતનો લાભ મળવાનો શરૂ થઈ જશે. સામાજીક ન્યાય અને અધિકાર મંત્રાયલ એક સપ્તાહની અંદર આ કાનૂની જોગવાઈઓને અંતિમ રૂપ આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે આ સંવિધાન સંશોધન બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. યૂથ ફોર ઇક્વેલિટી નામના ગ્રુપે કોર્ટમાં અરજી કરી છે કે સંશોધન બિલ સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા 50 ટકા અનામતની સીમાનું ઉલ્લંઘન કરે છે. આ કાયદો સંવિધાનના બે અનુચ્છેદોનો પણ અનાદર કરે છે.
નવી દિલ્હી: આર્થિક રીતે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપતા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું જેના પર રાષ્ટ્રપતિ કોવિંદે આજે મહોર લગાવી દીધી છે. આ સાથે જ સરકારે પણ નોટિફિકેશન જાહેર કર્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે આ બિલ કાયદો બની જશે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે સવર્ણોને આર્થિક આધાર પર શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામત સાથે જોડાયેલું 124મું સંવિધાન સંશોધન બિલ 8 જાન્યુઆરીએ સંસદમાં રજૂ કર્યું હતું. લોકસભામાં બિલના પક્ષમાં 323 સભ્યોએ સમર્થન આપ્યું હતું. જ્યારે 3 સાંસદોએ બિલને સમર્થન આપ્યું નહોતું. ત્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 165 વોટ પડ્યા હતા અને વિપક્ષમાં માત્ર સાત વોટ પડ્યા હતા. જ્યારે બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલાના વિરુદ્ધ 155 વોટ પડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -