રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ વિદેશ યાત્રા માટે જિબૂતી-ઈથોપિયા રવાના થયા રામનાથ કોવિંદ

નવી દિલ્લી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ચાર દિવસીની વિદેશ યાત્રામાં જિબૂતી અને ઈથોપિયા જવા રવાના થઈ ગયા છે. રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદની આ પ્રથમ વિદેશ યાત્રા છે. આ યાત્રા દરમિયાન આર્થિક સહયોગ સહિત એનેક સજૂતીઓ પર હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિની આ યાત્રા 6 ઓક્ટોબર સુધી ચાલશે. જિબૂતીના રાષ્ટ્રપતિ ઈસ્માઈલ ઉમરના આમંત્રણ પર તેઓ ત્રીજી અને ચોથી ઓક્ટોબરે જિબૂતી જશે.
રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અશોક મલિકે જણાવ્યું કે, જિબૂતીમાં ભારતના રાષ્ટ્રધ્યક્ષ્ય તરીકેની આ પ્રથમ યાત્રા હશે. તેના પહેલા આ દેશમાં ભારત તરફથી રાજ્યમંત્રીએ પ્રતિનિધિત્વ કર્યું હતું. આ યાત્રા દરમિયાન કોવિંદ ત્યાંના પ્રધાનમંત્રી સાથે પણ ચર્ચા કરશે. કેટલીક સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવાની સાથે રાષ્ટ્રપતિ ત્યાં રહેતા ભારતીઓને સંબોંધશે.
તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિની પ્રથમ આફ્રિકા યાત્રા દર્શાવે છે કે વર્તમાન સરકાર માટે આફ્રિકા કેટલું મહત્વપુર્ણ છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે ભારતની વિદેશ અને આર્થિક નીતિઓમાં આફ્રિકા પ્રાથમિકતા પર છે.
4 થી 6 ઓક્ટોબર સુધી કોવિંદ ઈથોપિયામાં રહેશે. તેના પહેલા અહીં રાષ્ટ્રપતિ તરીકે વીવી ગીરીએ મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ ઈથોપિયા સાથે આર્થિક સહયોગ અને વિદેશ કાર્યાલય વિમર્શની સંસ્થાગત રૂપે હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે.