MannKiBaat: PM મોદીએ કહ્યું- એક મહિનામાં જોવા મળી રહ્યા છે GSTના ફાયદા
મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે છેલ્લા ત્રણ વર્ષથી સતત દેશના તમામ ખૂણેથી મને લોકો સૂચનો મોકલી રહ્યા છે. મોદીએ કહ્યુ કે આ વર્ષે 15 ઓગસ્ટના રોજ 40-50 મિનિટના નાનું ભાષણ આપવાનો પ્રયાસ રહેશે. મોદીએ કહ્યું કે, લોકો મને પત્ર, ફોન અને સોશિયલ મીડિયા મારફતે સૂચનો મોકલી રહ્યા છે. મહિલા વર્લ્ડકપને લઇને મોદે કહ્યું કે, જ્યારે આપણી મહિલા ક્રિકેટ ટીમની દીકરીઓ ફાઇનલમાં વિજય ના મેળવી શકી તો પણ દેશવાસીઓને તેમના પર ગૌરવ વ્યક્ત કર્યું. તેનાથી મને ખૂબ ખુશી મળી છે. મેં તેમને કહ્યું કે, તમે મેચમાં જીત ના મેળવી શક્યા પરંતુ કરોડો હિન્દુસ્તાનીઓના દિલ જીતી લીધા છે,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદીએ જણાવ્યું કે, આ વર્ષે ભારત છોડો આંદોલનને 75 વર્ષ પૂરા થઇ રહ્યા છે. ઓગસ્ટ મહિનાને ક્રાંતિ મહિનો પણ કહેવામાં આવે છે. ઓગસ્ટ મહિનામાં આપણે સંકલ્પ કરવાનો છે. આ સંકલ્પ આતંકવાદ, જાતિવાદ, ગંદકી વગેરેને ભારતથી દૂર રાખવાનો છે.
પર્યાવરણમાં ફેરફારનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું કે, કેટલાક દિવસોથી ભારતના કેટલાક હિસ્સાઓમાં ખાસ કરીને આસામ, ગુજરાત, રાજસ્થાન, બંગાળમાં ભારે વરસાદને કારણે લોકોને કુદરતી આફતનો સામનો કરવો પડી રહ્યો છે. આપણા જવાનો લોકોની મદદમાં લાગ્યા છે અને લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે 34મી વખત ‘મન કી બાત’ કાર્યક્રમ મારફતે દેશવાસીઓને સંબોધ્યા હતા. વડાપ્રધાન મોદીએ જીએસટીને લઇને જણાવ્યું કે, એક મહિનાની અંદર જીએસટીના ફાયદા દેખાવા લાગ્યા છે. મોદીએ કહ્યું કે, જીએસટીથી ગ્રાહકોનો વેપારી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. અનેક ચીજવસ્તુઓ સસ્તી થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -