✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કદાચ પહેલી વાર PM વિરૂદ્ધ કોઈ ભાજપના સાંસદે અવાજ ઉઠાવ્યો- સવાલ પૂછો તો ગુસ્સે થઈ જાય છે નરેન્દ્ર મોદી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Sep 2017 10:55 AM (IST)
કદાચ પહેલી વાર PM વિરૂદ્ધ કોઈ ભાજપના સાંસદે અવાજ ઉઠાવ્યો- સવાલ પૂછો તો ગુસ્સે થઈ જાય છે નરેન્દ્ર મોદી
1

મોદીએ મે, 2014માં સત્તા સંભાળ્યા બાદ 3 સપ્ટેમ્બરને રવિવારે ત્રીજા વખત સરકારમાં વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. કહેવાય છે કે, આ ફેરબદલમાં સહયોગી પક્ષના કેટલાક ચહેરા સામેલ થઈ શકે છે. મંત્રિ મંડળમાં થનારા ફેરફાર પહેલા ચાર મંત્રીઓ રાજીવ પ્રતાપ રૂડી, સંજીવ કુમાર બાલિયાન, ફગ્ગન સિંહ કુલસ્તે અને મહેન્દ્ર નાથ પાંડેએ પોતાના રાજીનામા આપ્યા છે.

2

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લઈને પટોળે કહ્યું કે, સીએમ રાજ્ય માટે કેન્દ્રીય ભંડોળ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. કેન્દ્ર મહારાષ્ટ્રને ઓછું ભંડોળ ફાળવી રહ્યું છે, જ્યારે મુંબઈ દેશના ખજાનામાં સૌથી વધારે ફાળો આપે છે. મુખ્યમંત્રીએ સંસદ સત્ર પહેલા મુંબઈમાં પાર્ટી સાંસદોની બેઠક લેવાનું પણ બંધ કર્યું છે. પટોળે કહ્યું કે, તમામ કેન્દ્રીય મંત્રી હંમેશા ડરીને રહે છે. માટે હું મંત્રી નથી બનવા માગતો, હું હિટલિસ્ટમાં છું પરંતુ હું કોઈથી ડરતો નથી.

3

મીડિયા અહેવાલ હતા કે સાંસદોની બેઠકમાં મોદીએ પટોળને ખૂબ સંભળાવ્યું હતું. પટોળે કહ્યું કે, મેં ગ્રીન ટેક્સ વધારવા, ઓબીસી મંત્રાલય અને ખેતીમાં અને કેન્દ્રીય રોકાણ જેવા કેટલાક સૂચનો કર્યા હતા. મોદી નારાજ થઈ ગયા અને મને ચુપ રહેવા કહ્યું. મોદી પાર્ટી સાંસદોને નિયમિત રીતે મળે છે, પરંતુ તેમને કોઈ સવાલ પૂછે એ પસંદ નથી.

4

અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ભંડારા-ગોંદિયાના સાંસદ, પટોળે કહ્યું કે, મોદીને સવાલ પૂછીએ એ પસંદ નથી અને જ્યારે મેં ભાપના સાંસદોની બેઠકમાં ઓબીસી મંત્રાલય અને ખેડૂત આત્મહત્યા સાથે જોડાયેલ મુદ્દો ઉઠાવ્યો તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. જ્યારે મોદીને સવાલ પૂછવામાં આવે છે ત્યારે તે તમને પૂછે છે કે શું તમે પક્ષનો મેનિફેસ્ટો વાંચ્યો છે અને જુદી જુદી સરકારી યોજનાઓ વિશે જાણો છે.

5

નવી દિલ્હીઃ ભાજપના નાના પટોળે પ્રધાનમંત્રી નરેન્દ્ર વિરૂદ્ધ મોર્ચો ખોલ્યો છે. શુક્રવારે (1 સપ્ટેમ્બરે) પટોળે કહ્યું કે, મોદીને સવાલ પૂછીએ એ પસંદ નથી. પટોળ અનુસાર, ભાજપના સાંસદોની બેઠકમાં જ્યારે તેમને ઓબીસી મંત્રાલય અને ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ઉઠાવ્યો તો પ્રધાનમંત્રી નારાજ થઈ ગયા.

  • હોમ
  • India-news
  • દેશ
  • કદાચ પહેલી વાર PM વિરૂદ્ધ કોઈ ભાજપના સાંસદે અવાજ ઉઠાવ્યો- સવાલ પૂછો તો ગુસ્સે થઈ જાય છે નરેન્દ્ર મોદી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.