PM મોદીએ દિલ્હીમાં ખુલ્લા મુકેલા ગુજરાત ભવનમાં આવી છે સુવિધા, જુઓ અંદરની તસવીરો
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. 131 કરોડ ખર્ચે બનાવેલું ગુજરાત ભવન અનેક સુવિધાઓથી સજ્જ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મંત્રીઓ સમારોહમાં હાજર રહ્યા હતા. ગુજરાત ભવન સાત માળનુ છે તેનું નામ ગરવી ગુજરાત ભવન રાખવામાં આવ્યુ છે. ગરવી ગુજરાત ભવન દિલ્હીમાં બીજું ગુજરાત ભવન છે. પ્રથમ ગુજરાતી ભવન કૌટિલ્ય માર્ગ પર હયાત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધુનિક સુવિધા સાથે બનાવાયેલા આ ભવનનું નિર્માણ આગ્રા અને ધૌલપુરના પથ્થરોમાંથી કરવામાં આવ્યું છે. આ નવા ભવનમાં 19 સ્યૂટ, 79 રૂમ, બિઝનેસ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટિપર્પઝ હોલ, મીટિંગ રૂમ, 4 લોન્ઝ, લાઇબ્રેરી, યોગા સેન્ટર, જિમ્નેશિયમ, રેસ્ટોરાં, ડાઇનિંગ હોલ અને અન્ય સુવિધા છે.
25-બી અકબર રોડ પર બનેલા ગુજરાત ભવનનું નિર્માણ આધુનિક રીતે કરવામાં આવ્યું છે. જેમાં ઇકો ફ્રેન્ડલી સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 7 હજાર ચોરસ મીટર ક્ષેત્રમાં ફેલાયેલા આ ભવનના નિર્માણ માટે રૂ. 131 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જોકે, ભવનનું નિર્માણ તેનાથી ઓછા ખર્ચમાં થયું છે. ગુજરાતની પરંપરાઓ આખી દુનિયા જાણે છે. ગુજરાત ભવનનું આખું બિલ્ડિંગ ગુજરાતની ટ્રેડિશન અને આધુનિકતા સાથે મેળ ખાય છે. સાત માળના આ ભવનને સુંદર ડિઝાઈનથી બનાવવામાં આવ્યું છે. સાથે જ બિલ્ડિંગમાં હરિયાળી અને વોટર હાર્વેસ્ટિંગ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે.
. ભવનની અંદર 79 રૂમ સાથે વીઆઈપી પબ્લિક લોંઝ અને મલ્ટિપર્પઝ હોલ બનાવવામાં આવ્યો છે. આ હોલમાં એક સાથે 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ સાથે જ ડાઇનિગ હોલમાં એક સાથે 75 લોકો જમી શકે તેવી વ્યવસ્થા છે. નવા ગુજરાત ભવનમાં લોકો ગુજરાતી વ્યંજનોનો સ્વાદ માણી શકશે. અહીં ગુજરાતી ઢોકળા, ફાફડા, ખમણ, થેપલા કે ખાંડવીનો સ્વાસ ચાખવા મળશે. હાલમાં કૌટિલ્ય માર્ગ પર આવેલી ગુજરાત ભવન 1400 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. આ ભવન અનેક વર્ષથી કાર્યરત છે. પરંતુ જરૂરિયાત વધતા બે વર્ષ પહેલા ગુજરાત ભવનનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત ભવન માટે જમીન કેન્દ્ર સરકારે ફાળવી હતી જ્યારે તેનો નિર્માણ ખર્ચ ગુજરાત સરકારે ભોગવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -