સુપ્રીમ કોર્ટે ‘વાયરલ ગર્લ’ પ્રિયા પ્રકાશને આપી રાહત, તમામ કેસ પર લગાવ્યો સ્ટે
મીડિયા અહેવાલ અનુસાર ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મલયાલમ ફિલ્મ ‘ઓર અદાર લવ’ના ગીત ‘મનિક્યા મલારયા પૂવી’ પર ઉભો થયેલ વિવાદનો કોઈ મતલબ નથી. આ માલાબાર વિસ્તારના મુસ્લિમોનું એક લોકગીત છે. તેમાં પૈગંબર મોહમ્મદ અને તેની પત્ની ખદીજાના પ્રેમના વખાણ કરવામાં આવ્યા છે. અરજી અનુસાર ગીત 1978માં કવિ પીએમએ જબ્બારને લખ્યું હતું. 40 વર્ષથી કેરળના મુસલમાન આ ગીતને ખુશી ખુશી ગાય છે. આ બધી મુશ્કેલી બિનમલયાલમ લોકોની છે જેને ગીતનો ખોટો અર્થ કર્યો અને કેસ નોંધાવાના શરૂ કર્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવીએ કે, પ્રિયા પ્રકાશ અને ફિલ્મના નિર્માતાઓ વિરૂદ્ધ હૈદ્રાબાદમાં ગીતમાં ઉપયોગમાં લેવામાં આવેલ શબ્દોને લઈનો વિરોધ નોંધાવ્યો હતો. ફરિયાદકર્તાનું કહેવું હતું કે ગીતથી કેટલાક મુસ્લિમોની લાગણી દુભાઈ છે. હૈદ્રાબાદમાં આ ફિલ્મ વિરૂદ્ધ ફરિયાદ લખાવનાર સૈય્યદ ઇલયાસે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે ગીતમાં અલ્લાહનું નામ લેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ મલયાલમ ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’ના એક નાનકડા વીડિયોથી ઇન્ટરનેસ સેન્સેશન બનેલ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારયિર પર દાખલ કરવામાં આવેલ તમામ કેસ પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધી પ્રિયા પ્રકાશ વિરૂદ્ધ કોઈપણ કેસમાં કોઈ પણ કાયદાકીય કાર્યવાહી નહીં થાય. હાલમાં જ પ્રિયા પ્રકાશ પોતાની વિરૂદ્ધ દાખલ આપરાધિક કેસને રદ્દ કરવાની માગને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. પ્રિયા પ્રકાશના વાયરલ થયેલ ગીત વિરૂદ્ધ હૈદ્રાબાદમાં ફરિયાદ નોંધાઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -