પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી સાથે જ સીધી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સામે કેમ થશે ટક્કર?
પૂર્વાંચલ ઉત્તર પ્રદેશનો સૌથી મોટો વિસ્તાર છે અને આ વિસ્તારમાં કુલ 24 જિલ્લા છે. મોદીનો મતવિસ્તાર વારાણસી અને યોગી આદિત્યનાથનો મતવિસ્તાર ગોરખપુર બંને પૂર્વાંચલમાં આવે છે. આ ઉપરાંત અયોધ્યા, અમેઠી, આઝમગઢ, મિર્ઝાપુર સહિતના જિલ્લા પણ આ વિસ્તારમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઈન્ચાર્જ બનાવાયાં છે અને આ વિસ્તાર પૂર્વાંચલ તરીકે ઓળખાય છે. આ સાથે પ્રિયંકા ગાંધી સીધાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ટકરાશે કેમ કે બંનેના ગઢ ગણાતા વિસ્તારો પૂર્વાંચલમાં આવે છે.
આ વિસ્તારમાં આંબેડકર નગર, બલ્લિયા, બલરામપુર, બહરાઈચ. બસ્તી, ભદોહી, ચંદૌલી, દેવરીયા, ગાઝીપુર, ગોંડા, જૌનપુર, કુશીનગર, મહારાજગંજ, મઉ, સંત કબીર નગર, સિધ્ધાર્થ નગર, સુલતાનપુર અને સોનભદ્ર એ જિલ્લા પણ પૂર્વાંચલમાં આવે છે.
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે મોટો દાવ ખેલીને પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતાર્યાં છે. પ્રિયંકા ગાંધીને કોંગ્રેસનાં મહામંત્રી બનાવાયાં છે અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઈન્ચાર્જ બનાવાયાં છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાં બહેન પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રી અચાનક જ થઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -