PMOના પીઆરઓ જગદીશભાઈ ઠક્કરનું નિધન, નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજગદીશભાઈ ઠક્કર મુખ્યમંત્રી કાર્યાલયમાં પબ્લિક રિલેશન ઓફિસર તરીકેની ફરજ બજાવતાં હતાં. તેઓ વર્ષ 2004માં અધિક નિયામક પદ પર હતા ત્યારે નિવૃત્ત થયા હતા. જોકે, નરેન્દ્ર મોદીએ તેમની સેવા ચાલુ જ રાખી હતી. જગદીશભાઈ ઠક્કરનું મૂળ વતન ભાવનગર હતું. તેઓ 1966-67માં માહિતી ખાતામાં જોડાયા હતા.
જગદીશભાઈ 1986થી ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા હતા. તેમણે ગુજરાતના અનેક મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું હતું. તેઓ સાદગી અને જોશીલા સ્વાભાવ માટે જાણીતા હતા. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ જગદીશભાઈ તેમના પીઆરઓ હતા. મોદીનાં સૌથી નજીક અને વિશ્વાસપાત્ર લોકોની યાદીમાં તેમનું નામ છે.
સુત્રો પ્રમાણે, છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીની એઈમ્સ ખાતે જગદીશભાઈની સારવાર ચાલી રહી હતી. જગદીશભાઈનું મોત મલ્ટી ઓગર્ન ફેલ્યોરને કારણે નિધન થયું હતું.
જગદીશભાઈના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે, PMOના પીઆરઓ જગદીશભાઈ ઠક્કરના નિધનથી હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. જગદીશભાઈ પીઢ પત્રકાર હતા. મેં વર્ષો સુધી તેમની સાથે કામ કર્યું છે. ગુજરાત અને દિલ્હીમાં તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. તેઓ પોતાની સાદગી અને જોશીલી પ્રકૃતિ માટે જાણીતા હતા.
અમદાવાદ: આજે સવારે વડાપ્રધાન કાર્યાલયના PRO જગદીશભાઈ ઠક્કરનું નિધન થયું છે. જગદીશભાઈ છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીની એઈમ્સમાં દાખલ હતા અને તેમની સારવાર ચાલી રહી હતી જોકે સારવાર દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -