પંજાબમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો, 15 દિવસમાં ત્રીજા ધારાસભ્યએ આપ્યું રાજીનામું, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jan 2019 12:19 PM (IST)
1
ખૈરાએ આપ છોડ્યા બાદ પંજાબી એકતા પાર્ટી બનાવી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે, નવી પાર્ટી કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ અને આમ આદમી પાર્ટી સામે લડશે.
2
ચંદીગઢઃ આમ આદમી પાર્ટીમાંથી છેલ્લા 15 દિવસમા ત્રીજા નેતાએ રાજીનામું આપ્યું છે. જૈતોથી ધારાસભ્ય માસ્ટર બલદેવે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યા છે. બલદેવ પહેલા સુખપાલ સિંહ ખૈરા અને એસએસ ફુલ્કાએ રાજીનામા આપી દીધા હતા.
3
માસ્ટર બલદેવે કેજરીવાલને પત્ર લખીને જણાવ્યું કે, પાર્ટીમાં આવવાનો હેતુ પંજાબના લોકોની ભલાઈનો હતો. પરંતુ પાર્ટી તેની વિચારધારાથી ભટકી ગઈ છે. આગામી દિવસોમાં પાર્ટી સાથે સંકળાયેલા અનેક લોકો રાજીનામું આપી શકે છે.