પંજાબમાં ડેપ્યુટી CM બનાવાય તો કપિલ શર્મા શો છોડી દેશો? સિદ્ધુએ આપ્યો શું જવાબ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Mar 2017 09:41 AM (IST)
પંજાબમાં ડેપ્યુટી CM બનાવાય તો કપિલ શર્મા શો છોડી દેશો? સિદ્ધુએ આપ્યો શું જવાબ?
1

સિધ્ધુને કેપ્ટન અમરિન્દરસિંહની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી અટકળો ચાલી રહી છે. જો કે તેનો અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ લેશે. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી પર આ નિર્ણય છોડાયો છે. રાહુલ ગાંધી એકાદ-બે દિવસમાં જ નિર્ણય લઈને જાહેરાત કરે તેવી શક્યતા છે.

2

સિધ્ધુની આ સ્પષ્ટતા પરથી માની શકાય કે સિધ્ધુ કપિલ શર્મા શો છોડવા માગતો નથી. કપિલ શર્મા શોના કારણે સિધ્ધુ સતત લાઈમલાઈટમાં રહે છે અને તેને નાણાં પણ સારાં મળે છે તેના કારણે તે આ શો નહીં છોડે એવું મનાય છે. જો કે કોંગ્રેસ તેને આ શો કરવાની મંજૂરી આપે છે કે નહીં તે જોવાનું રહે છે.

3

સિધ્ધુનું કહેવું છે કે, તેના ટીવી શોનું શૂટિંગ અઠવાડિયામાં માત્ર એક જ દિવસ માટે થાય છે. શૂટિંગ માટે તે મુંબઈ જાય છે અને તેના માટે તેણે એક જ દિવસ આપવો પડે છે. બાકીના દિવસો તો તે નવરો જ હોય છે અને દિલ્લીમાં જ હોય છે. આમ અઠવાડિયામાં એક દિવસ આપવો વધારે પડતો નથી.

4

દરમિયાનમાં સિધ્ધુએ સંકેત આપ્યો છે કે જો તેને પંજાબમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવશે તો તે બાકીનું બધું છોડી દેશે. આ બાકીના બધામાં મોટા ભાગે ક્રિકેટ કોમેન્ટરી અને સિધ્ધુનાં બીજાં એસાઈનમેન્ટનો સમાવેશ થાય છે પણ તે કપિલ શર્મા શો નહીં છોડે તેવો સંકેત પણ તેણે આપ્યો છે.

5

નવી દિલ્લીઃ પંજાબમાં કોંગ્રેસે અકાલી દળ અને ભાજપ જોડાણનાં સૂપડાં સાફ કરીને સત્તા કબજે કરી લીધી છે. કેપ્ટન અમરિન્દરસિંહ પંજાબના નવા મુખ્યમંત્રી હશે તે નક્કી છે ત્યારે હવે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિધ્ધનું શું થશ તેના પર સૌની નજર છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પંજાબમાં ડેપ્યુટી CM બનાવાય તો કપિલ શર્મા શો છોડી દેશો? સિદ્ધુએ આપ્યો શું જવાબ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો