✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાડોશી પાસેથી ઉધારમાં લીધેલા 200 રૂપિયાની લૉટરીની ટિકીટે મજૂરને રાતોરાત બનાવી દીધો કરોડપતિ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Sep 2018 12:40 PM (IST)
1

જોકે, મનોજે હજુ પણ થોડો અફસોસ છે કે જો કરિશ્મા થોડા સમય પહેલા થયો હોય તો તે તેના પિતાની સારી સારવાર કરાવી શક્યો હોત. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની ‘રાખી બમ્પર લૉટરી’થી મળેલા ઇનામ બાદ તેને પોતાના પરિવારની યોગ્ય યોજનાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે, સાથે તેને ખેતીની જમીન ખરીદવાનું અને નાનો મોટો ધંધો શરૂ કરવાનું વિચાર્યુ છે.

2

ગરીબીના કારણે તે પોતાના પિતા હવા સિંહનો બરાબર ઇલાજ પણ ન હતો કરાવી શક્યો અને જેના કારણે તેમનું મૃત્યુ પણ થઇ ગયું હતું. મનોજે જે થોડાઘણા બચત કરેલા પૈસા હતા તે પણ પિતાની સારવારમાં ખર્ચાઇ ગયા.

3

આ બધાની વચ્ચે તેને જિંદગીમાં પહેલીવાર લૉટરી ટિકીટ ખરીદવાનો વિચાર કર્યો. પાડોશી પાસેથી 200 રૂપિયા ઉધાર લઇને તેને ટિકીટ પણ ખરીદી. આજે તેની આ ટિકીટે મનોજ અને તેના પરિવારની જિંદગી બદલી નાંખી છે. મનોજને આ ટિકીટ પર 1.5 કરોડ રૂપિયા લૉટરીમાં લાગ્યા. મનોજને ત્રણ દીકરીઓ છે તેમાં સૌથી મોટીએ આ વર્ષે જ 12માં ધોરણની પરિક્ષા પાસ કરી છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે તે સંગરુરમાં નોકરી શોધવાની તૈયારીમાં હતી. પણ હવે મનોજે તેને આગળ ભણવા માટે કહી દીધું છે, જેથી તે પોલીસમાં ભરતી થઇ શકે.

4

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લૉટરી ટિકીટથી કરોડપતિ બનવા વાળા મજૂરનું નામ મનોજ કુમાર છે, તે 40 વર્ષનો છે અને પંજાબના સંગરુર જિલ્લાના માંડવીમાં રહે છે. થોડાક દિવસો પહેલા સુધી સ્થિતિ એવી હતી કે મનોજ પત્ની રાજ કૌર સાથે આખો દિવસ મજૂરી કરીને માંડમાંડ 250 રૂપિયા દાડી કમાઇ શકતો હતો.

5

નવી દિલ્હીઃ પંજાબના એક દાડી મજૂરી કરતાં મજૂરની જિંદગી રાતોરાત બદલાઇ ગઇ. તે પણ ઉધારમાં લીધેલી 200 રૂપિયાની લૉટરી ટિકીટ દ્વારા. ગઇ 30 ઓગસ્ટે આ ટિકીટ પર તેને 1.5 કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું. ત્યારબાદ તેના ઘરે સતત પ્રૉપર્ટી, બેન્ક અને વીમા કંપનીઓના એજન્ટોની લાઇનો લાગી ગઇ.

  • હોમ
  • India-news
  • દેશ
  • પાડોશી પાસેથી ઉધારમાં લીધેલા 200 રૂપિયાની લૉટરીની ટિકીટે મજૂરને રાતોરાત બનાવી દીધો કરોડપતિ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.