રાફેલ ડીલઃ યુથ કોંગ્રેસે કર્યો વડાપ્રધાન નિવાસસ્થાનનો ઘેરાવ, અનિલ અંબાણીએ કહ્યું- સત્યનો વિજય થશે
નવી દિલ્હીઃ રાફેલ વિમાન સોદામાં ગડબડીના આરોપને લઈ યુથ કોંગ્રેસે આજે સવારે 11 કલાકે વડાપ્રધાન નિવાસસ્થાનનો ઘેરાવ કર્યો હતો. બુધવારે નાણામંત્રી અરૂણ જેટલીએ આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી દરેક રેલીમાં અલગ અલગ આંકડા આપે છે. રાફેલ ડીલમાં ફ્રાન્સની કંપની તરફથી કોન્ટ્રાક્ટ મેળવાર ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ આ દરમિયાન કહ્યું છે કે, સત્યની જીત થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરોપોને પાયાવિહોણા અને દુર્ભાગ્યપુર્ણ ગણાવતાં અનિલ અંબાણીએ કહ્યું કે, સત્યની જીત થશે. તેમણે કહ્યું કે, જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ, સ્વાર્થપૂર્ણ અને હરિફ કંપનીઓ દ્વારા પ્રેરિત છે. અંબાણીને મીડિયાએ પૂછ્યું હતું કે, રાફેલ ડીલ મામેલ તેમની કંપનીએ 5000 કરોડ રૂપિયાના માનહાનિ મામલે કોંગ્રેસ અધ્યક્ષને અલગ કેમ રાખ્યાં ? જેના જવાબમાં અંબાણીએ કહ્યું, “મેં વ્યક્તિગ રૂપે રાહુલ ગાંધીને પત્ર લખ્યો અને તેમને કહ્યું કે કોંગ્રેસ પાસે ખોટી અને ધ્યાન ભટકાવનારી માહિતી છે. જે દુર્ભાગ્યપૂર્ણ અને હરિફ કંપનીઓ પ્રેરિત છે.”
રાફેલ ડીલ પર કોંગ્રેસના આરોપો બાદ અરૂણ જેટલીએ કહ્યું કે, વિપક્ષી પાર્ટી અને તેના નેતા રાહુલ ગાંધી નકલી અભિયાન ચલાવીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. જેટલીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર રાહુલને 15 સવાલ કર્યા હતા.
જેટલીના આરોપનો જવાબ આપતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, રક્ષા સોદો ગ્રેટ રાફેલ રોબરી છે. રાહુલ ગાંધીએ લખ્યું કે, મિસ્ટર જેટલી દેશનું ધ્યાન ફરીથી ગ્રેટ રાફેલ રોબરી તરફ ખેંચવા બદલ ધન્યવાદ. તેને ઉકેલવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) અંગે શું ખ્યાલ છે ? તમારા સર્વોચ્ચ નેતા તેના મિત્રને બચાવી રહ્યા છે. જે તમારા માટે અસુવિધાનજક હોઈ શકે છે. 24 કલાકમાં તપાસ કરો અને બતાવો. અમે રાહ જોઈશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -