રાફેલથી બોફોર્સને બદલો લેવા માંગે છે કોંગ્રેસ, 2019માં બનાવશે મુખ્ય મુદ્દો!
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પીએલ પુનિયાએ કહ્યું કે, બોફાર્સને નકલી મુદ્દો બનાવ્યો હતો, જેનું કોર્ટમાં ખંડન થઈ ગયું છે. અસલી કૌભાંડ તો રાફેલ છે. એક ઉદ્યોગપતિને ફાયદો કરાવવા કેવી રીતે કિંમત વધારવામાં આવી તે કાચ જેવું સ્પષ્ટ છે. રાફેલ ડીલ 2019 ચૂંટણીનો મુખ્ય મુદ્દો હશે.
રાહુલ ગાંધી તેમની રેલીઓમાં સતત આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે. ગત સપ્તાહ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા પીએમની હાજરીમાં રાફેલ મુદ્દાને ગૃહમાં ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ વિવિધ રાજ્યોમાં રાફેલ જેવા મોટા મુદ્દા સરળ શબ્દોમાં મીડિયાને જણાવવા કહ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ મીડિયા વિભાગ અને સોશિયલ મીડિયા વિભાગે આ મુદ્દાને લોકો સુધી પહોંચાડવા રણનીતિ બનાવી છે. આ મામલો શાંત થાય તે પહેલાં જ પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલના આરોપને આગળ ધપાવ્યા હતા.
નવી દિલ્હીઃ 1987માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી મિસ્ટર ક્લિનની છબી લઈને ચાલતા હતા. તે સમયે બોફોર્સ તોપોની ખરીદીમાં દલાલીનો મામલો ઉછળ્યો. ભ્રષ્ટાચારના આ મુદ્દે વિપક્ષે રાજીવ ગાંધી અને તેની સરકારને ઘેરી અને 1989 સુધીમાં બોફોર્સ મોટો ચૂંટણી મુદ્દો બની ગયો અને રાજીવ સરકારની હાર થઈ હતી.
30 વર્ષ બાદ કોંગ્રેસ આ હથિયારથી ઈતિહાસનું પુનરાવર્તન કરવાની કોશિશમાં છે. અહીંયા તફાવત માત્ર એટલો છે કે રાજીવ ગાંધીના પુત્ર અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિપક્ષને લઈ સાથે લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2019માં સત્તાથી બહાર કરવાની રણનીતિ બનાવી રહ્યા છે. આ વખતે તેઓ રાફેલને મુખ્ય મુદ્દો બનાવી રહ્યા છે.