UPA સરકારમાં કૌભાંડની તપાસ અને નિર્ણયમાં વિલંબના કારણે બેંકોની NPA વધી: રઘુરામ રાજન
રાજનના નિવેદનથી કૉંગ્રેસની મુશ્કેલી વધી શકે છે, કૉંગ્રેસ સતત મોદી સરકારને વધારે એનપીએમ માટે જવાબદાર ગણાવતી રહી છે. રાજનની નિયુક્તિ યૂપીએ સરકારમાં જ થઈ હતી એવામાં ભાજપ કૉંગ્રેસ પર નિશાન સાધવાની તક નહી ગુમાવે.
રાજને જણાવ્યું કે બેંકોએ જોંબી લોનને એનપીએમાં બદલવાથી બચાવવા માટે વધારે લોન આપી. 2006 પહેલા પાયાના ક્ષેત્રમાં પૈસા લગાવવા ફાયદાકારક હતું. આ દરમિયાન SBI કેપ્સ અને IDBI બેંકોએ ખુલ્લા હાથે લોન આપી. બેંકોનુ વધારે પડતુ આશાવાદી હોવુ વધારે ઘાતક સાબિત થયું. લોન આપવામાં સાવધાની ના રાખવામાં આવી. એની સાથે જ જેટલા લાભની આશા રાખવામાં આવી હતી તેટલો લાભ ના થયો.
નવી દિલ્હી: બેંકોની ડૂબેલી લોનને લઈને આરબીઆઈના પૂર્વ ગર્વનર રધુરામ રાજને મોટુ નિવેદન આપ્યું છે. મુરલી મનોહર જોશીની અધ્યક્ષતામાં બનેલી સમિતિને રાજને જણાવ્યું હતું કે કૌભાંડની તપાસ અને નિર્ણયમાં વિલંબને કારણે બેંકોની NPA વધી હતી. બેન્કોએ મોટી લોન આપતી વેળા સાવધાની રાખવામાં નહોતી આવી. 2008માં આવેલી આર્થિક મંદી બાદ બેન્કોને એટલો લાભ ન થયો જેટલાની તેને આશા હતી.