રાહુલ ગાંધીએ NAMO App પર ઉઠાવ્યા સવાલ, લોકોની અંગત માહિતી વિદેશી કંપનીને વેચવાનો આક્ષેપ
રાહુલ ગાંધીએ ટ્વિટર પર ફ્રાન્સના એક હેકરની ટ્વિટ પર આધારિત માહિતી શેર કરી છે. એલિયટ એલ્ડરસન નામના આ હેકરે પોતાના ટ્વિટરમાં દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરનારા લોકોની વ્યક્તિગત જાણકારી કોઈ થર્ડ પાર્ટી પાસે જતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: ફેસબુક ડેટા લીકને લઈને થઈ રહેલા વિવાદ વચ્ચે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘નમો એપ’ બહાને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી એપ પર સવાલ ઉઠાવ્યાં છે.
તમને જણાવી દઈએ કે હાલમાંજ કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ફેસબુકથી 5 કરોડ યૂઝર્સના ડેટા ચોરવાનો મામલો સામે આવ્યો હતો. તેના બાદ સતત ફેસબુક પર સવાલ ઉઠી રહ્યાં છે તે શું તમારા અને મારા ડેટા ફેસબુક પર સુરક્ષિત છે? જો કે ફેસબુકે પણ પોતની ભૂલ સ્વીકાર કરી છે.
રાહુલ ગાંધીના આ આરોપ પર પ્રધાનમંત્રી કાર્યાલાયે પણ વળતો પ્રહાર કર્યો છે. પીએમઓ તરફથી કહેવામાં આવ્યું કે રાહુલ ગાંધી અને કૉંગ્રેસને ટેકનોલોજી જાણકારી નથી, પીએમઓએ કેમ્બ્રિજ એનાલિટિકાને ડેટા ચોરી કરીને માટે કૉંગ્રેસનું બ્રહ્માસ્ત્ર ગણાવ્યું છે. સાથે જ કહ્યું કે રાહુલ આ ખુલાસાથી ધ્યાન ભટકાવવા માટે આવું કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -