રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં કોને બનાવવા તે અંગે કોની પાસે માગી સલાહ ? જાણો વિગત
નવી દિલ્હીઃ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પરિણામ આવ્યા બાદ પાર્ટીના હાઇકમાન્ડ વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. અત્યાર સુધી પાર્ટી કોઇ એકના નામને લઇને પોતાનો મત એક કરી શકી નથી. એવામાં મુખ્યમંત્રીઓના નામની પસંદગી કરવાની જવાબદારી કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર છોડી દેવામાં આવી છે. પાર્ટીના સૂત્રોના મતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. મુખ્યમંત્રીના નામની જાહેરાત કરતા અગાઉ રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકર્તાઓની મરજી પણ જાણવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે આ નિર્ણયમાં પાર્ટી માટે દિવસ રાત મહેનત કરનારા કાર્યકર્તાઓની પસંદને પણ ધ્યાનમાં રાખવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્ટીના સૂત્રોના મતે પાર્ટી મુખ્યમંત્રીઓની પસંદગી આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવા માંગે છે. તે યુવા નેતાની સાથે સાથે અનુભવને પણ મહત્વ આપવા માંગે છે. રાહુલ ગાંધીએ જીત બાદ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીની પસંદગી કોઇ મોટો મુદ્દો નથી. આ કામ ખૂબ સરળતાથી થઇ જશે. છત્તીસગઢમાં પાર્ટીએ 67 બેઠકો જીતી છે.
રાહુલ ગાંધી કાર્યકર્તાઓએ કહી રહ્યા છે કે તમે એમ ના વિચારો કે હું તમારુ નામ જાહેર કરી દઇશ, તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને તેની જાણકારી ફક્ત મને જ હશે કે તમે કોને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. નોંધનીય છે કે કોગ્રેસે મધ્યપ્રદેશમાં કુલ 114 બેઠકો મેળવી છે. અહી મુખ્યમંત્રી પદના દાવેદારોમાં કલમનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ સૌથી ઉપર છે. જ્યારે રાજસ્થાનમાં કોગ્રેસે 99 બેઠકો જીતી છે. અહી મુખ્યમંત્રીની રેસમાં અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાયલટનું નામ સામેલ છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બસપાએ સમર્થન આપવાની જાહેરાત કરી છે.
રાહુલ ગાંધીએ આ મુદ્દે એક ઓડિયો ટેપ પણ જાહેર કરી છે. આ ટેપમાં તે પોતાના કાર્યકર્તાઓને પૂછી રહ્યા છે કે તમારા મતે આ ત્રણેય રાજ્યોમાં કોને મુખ્યમંત્રી બનાવવો જોઇએ. ઓડિયો ટેપમાં રાહુલ ગાંધી પોતાના કાર્યકર્તાઓને આશ્વાસન આપી રહ્યા છે કે તેઓ કોઇ પણ પ્રકારના સંકોચ રાખ્યા વિના પોતાની પસંદ જણાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -