✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાહુલ ગાંધીનો PM મોદીને સવાલ: ચાર વર્ષ થયા, ક્યારે આવશે લોકપાલ બિલ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2018 10:54 PM (IST)
1

રાહુલ ગાંધીએ લોકપાલ બિલ પાસ કરવાને લઈને પીએમ મોદી દ્વારા 18 ડિસેમ્બર 2013માં કરેલી ટ્વિટને પણ પોતાની ટિપ્પણી સાથે જોડી હતી. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે ટ્વિટ કર્યું હતું કે, લોકપાલ બિલ પાસ કરવામાં સુષમા સ્વરાજ અને અરૂણ જેટલીના નેતૃત્વમાં ભાજપ સાંસદો દ્વારા નિભાવેલી સકારાત્મક અને સક્રિય ભૂમિકા પર મને ગર્વ છે.

2

રાહુલે ટ્વીટ કરી કહ્યું કે, ચાર વર્ષ વીતી ગયા છે. પરંતુ લોકપાલ બિલ નથી આવ્યું, જનતા સવાલ પૂછે છે, આખરે ક્યાં સુધી લોકપાલના નામે જનતા સામે જૂઠ્ઠાણું ચલાવતી રહેશે? રાહુલે લખ્યું કે, ‘શું લોકતંત્રના રક્ષક અને જવાબદાર નેતાઓ આ સાંભળી રહ્યા છે?’ લોકપાલ અને લોકાયુક્ત કાનૂન, 2013 હેઠળ કેન્દ્રમાં લોકપાલ તથા લોકાયુક્તની નિયુક્તિની જોગવાઈ છે.

3

નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકપાલ બિલ નિમણૂંકમાં થઈ રહેલા વિલંબને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ મોદી સરકારને પૂછ્યું કે તે ક્યાં સુધી જૂઠ બોલતી રહેશે? લોકપાલ બિલ 2013માં પાસ કર્યું હતું, પરંતુ પ્રક્રિયાઓથી જોડાયેલી કેટલીક ખામીઓના કારણે છેલ્લા ચાર વર્ષથી લોકપાલની નિમણૂંક થઈ શકી નથી.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાહુલ ગાંધીનો PM મોદીને સવાલ: ચાર વર્ષ થયા, ક્યારે આવશે લોકપાલ બિલ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.