કર્ણાટકમાં રાહુલનો મોદી પર એટેક, કહ્યું- બીજેપી હિન્દુનો અર્થ નથી સમજતી, હું મંદિર જતો રહીશ
ભ્રષ્ટાચારના મોર્ચે રાહુલ ગાંધીએ મોદી પર હુમલો કરતાં કહ્યું કે, બીએસ યેદીયુરપ્પા ભ્રષ્ટાચારના મામલે જેલમાં જઇ ચૂક્યા છે, પણ તેમને જ રાજ્યના સીએમ કેન્ડિડેટ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે અરબોના ભ્રષ્ટાચારી રેડ્ડી બ્રધર્સને ટિકીટ આપી. મોદી તેમની વાત નથી કરતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન તેઓએ નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર અને ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર યેદિયુરપ્પા પર હુમલો કર્યો. રાહુલે કહ્યું કે, આ ચૂંટણી કર્ણાટકની છે. મારા વડાપ્રધાન બનવાના કે મારા ભવિષ્યની નથી. આ પહેલાં રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની તો હું વડાપ્રધાન કેમ ન બનું. આ અંગે 9 મેનાં રોજ બંગારપેટ રેલીમાં મોદીએ કહ્યું હતું કે ટેન્કર માટે લોકો લાઈન લગાવી ડોલ લગાવે છે, પરંતુ દબંગ લોકતંત્રને નથી માનતા. તે છાતી કાઢીને પોતાની ડોલ પહેલાં રાખી દે છે. કાલે એવું જ થયું. નામદારે કતારમાં પોતાની ડોલ પહેલાં રાખી દીધી.
આની સાથે રાહુલ ગાંધીએ મોદી પર સાંપ્રદાયિકના મુદ્દાઓ પર પણ ઘેરાવ કર્યો. રાહુલે કહ્યું કે, ભાજપ હિન્દુનો અર્થ નથી સમજતી. હું મંદિર મસ્જિદ જતો રહીશ. જ્યારે હું મંદિર જઉ છું ત્યારે ભાજપને સારુ લાગે છે. તેમને લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપવાના મુદ્દે કહ્યું કે, આપણ બધાની આસ્થાઓનું સન્માન કરવું જોઇએ.
મોદી વગર કારણે ચીન ગયા, ત્યાંના વડાપ્રધાનની સાથે જમ્યાં, ડોકલામ પર એક શબ્દ ન બોલ્યાં. તેઓ કોઈપણ એજન્ડા વગર ત્યાં ગયા હતા. મોદી વિદેશ નીતિનો ઉપયોગ પોતાના માટે કરી રહ્યાં છે. અમે કહ્યું દલિતોને મારવામાં આવે છે. રોહિત વેમુલાને મારવામાં આવ્યો ત્યારે વડાપ્રધાન કંઈજ ન બોલ્યાં. દલિતોના મુદ્દાઓ તો ઉઠાવીશું, આ જ અમારૂ કામ છે.
રાહુલ ગાંધીએ બેગ્લુંરુમાં પોતાની એક પ્રેસ કૉન્ફરન્સમાં પુરા જોશ સાથે એટેક કર્યો, તેમને કહ્યું કે, મોદી ભ્રષ્ટાચાર, દલિતની વાત નથી કરતાં તે માત્ર મારા પર જ એટેક કરે છે.
રાહુલ ગાંધીએ મોદીનું નામ લીધા વગર કહ્યું કે, રાફેલ ડીલ તેમના મિત્રો માટે થઈ છે. હિંદુસ્તાન માટે નહીં. બાળકી સાથે દુષ્કર્મ થાય છે તે રાજકીય મુદ્દો નહીં રાષ્ટ્રીય મુદ્દો છે. મહિલાઓ આબાદીમાં 50 ટકા છે, તે મુદ્દો છે. મોદી તેમની વાત કરવાને બદલે સી પ્લેન અને બુલેટ ટ્રેનની વાત કરે છે.
બેગ્લુંરુઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જબરદસ્ત એટેક કર્યો. રાહુલે ભ્રષ્ટાચાર, દલિત, હિન્દુ, મુસ્લિમની સાથે પોતાની માં સોનિયા ગાંધી પર થયેલા વ્યક્તિગત હુમલાઓ સહિત દરેક મુદ્દે મોદીને આડેહાથે લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -