RBIએ નહીં RSSએ આપ્યો હતો મોદીને નોટબંધીનો આઈડિયા, જાણો કોણે કર્યો આવો પ્રહાર
તેમણે કર્ણાટકમાં કહ્યું, બીજેપી હિન્દુસ્તાનની વિવિધ સંસ્થાઓ પર કબજો કરવાની કોશિશ કરી રહી છે અને આરએસએસ તેના લોકોને દરેક સંસ્થામાં મૂકવાની કોશિશ કરી રહી છે. મોહન ભાગવતજીનું નિવેદન તમે સાંભળ્યું જ હશે. તેમણે દેશના જવાનોના બલિદાનનું અપમાન કર્યું છે. આ નિવેદન માટે તેમણે દેશ પાસે માફી માંગવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલે એચકેઈએસ કન્વેન્શન હોલમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, નોટબંધીનો આઇડિયા ન તો આરબીઆઈનો હતો કે ન તો નાણા મંત્રી અરૂણ જેટલી કે નાણા મંત્રાલયના કોઈ અધિકારીનો. આરએસએસના એક પદાધિકારીએ આઇડિયા આપ્યો હતો. આરએસએસે વડાપ્રધાનના દિમાગમાં આઇડિયા નાંખ્યો અને પીએમે તેના પર કામ કર્યું.
બેંગ્લુરુઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટક પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો. કર્ણાટકમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ચાર દિવસના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી લોકો વચ્ચે કેન્દ્ર સરકારની નીતિઓની સતત આલોચના કરી રહ્યા છે.
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, તેમના સ્વયંસેવકો સીમા પર જવા માટે તૈયાર થવામાં માત્ર ત્રણ દિવસનો જ સમય લાગશે. આ નિવેદન પર રાહુલે સંઘ પ્રમુખને ઘેર્યા અને હવે રાહુલે કેન્દ્ર સરકારના એક ફેંસલાને લઇ પીએમ અને સંઘ પ્રમુખ બંને પર પ્રહાર કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -