2019ની ચૂંટણી માટે રાહુલ ગાંધીએ બનાવી 3 કમિટી, જાણો કોને-કોને મળ્યું સ્થાન
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. રાહુલ ગાંધીએ કોર ગ્રુપ કમિટી, મેનિફસ્ટો કમિટી અને પ્રચાર કમિટી સહિત કુલ 6ણ કમિટીની જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કોર ગ્રુપ કમિટીમાં ફરી એક વખત જૂના ચહેરાઓ પર ભાર મુક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App19 સભ્યોની ઘોષણાપત્ર કમિટીમાં મનપ્રીત બાદલ, પી.ચિદમ્બરમ, સુસ્મિતા દેવ, રાજીવ ગૌડા, ભુપેન્દ્ર સિંહ હુડ્ડા, જયરામ રમેશ, સલમાન ખુર્શીદ, બિન્દુ કિષ્ણન, શૈલજા કુમારી, રઘુવીર મીણા, સેમ પિત્રોડા, સચિન રાવ, મુકુલ સંગ્મા, શશી થરૂર, લલીતેશ ત્રિપાઠીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસની પ્રચાર કમિટીમાં 13 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ચરણ દાસ, પ્રવિણ ચક્રવર્તી, મિલિંદ દેવડા, કેતકર કુમાર, આનંદ શર્મા, જયવીર શેરગિલ, રાજીવ શુક્લા, મનીષ તિવારી, પ્રમોદ તિવારીનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીએ કોર ગ્રુપ કમિટીમાં નવ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ, પી.ચિદમ્બરમ, અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડકે, અહેમદ પટેલ, જયરામ રમેશ, રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીએ પોતાની કોર ગ્રુપ કમિટીમાં નવ સભ્યોને સ્થાન આપ્યું છે. જ્યારે 19 સભ્યોનો ઘોષણાપત્ર કમિટીમાં સમાવેશ કર્યો છે. આ સાથે પ્રચાર કમિટીમાં પણ 13 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -