રાફેલ મુદ્દો ગજવવા રાહુલે બનાવી છ સભ્યોની સમિતીઃ ગુજરાત કોંગ્રેસના ક્યા બે ધુરંધરોનો કરાયો સમાવેશ ? જાણો વિગત
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલ સમગ્ર કાર્યક્રમની દેખરેખ રાખશે અને સંકલન કરશે. આ સમિતીના સભ્યો સમગ્ર દેશમાં રાફેલ મુદ્દે કોંગ્રેસ પ્રેસ કોંફરન્સ અને જનઆંદોલન કરશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એ વાત લોકો સામે અસરકારકતાથી મૂકાશે તેમ કોંગ્રેસે જણાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લીઃ રાહેલ સોદા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે રાફેલ મુદ્દે કોંગ્રેસ વધુ આક્રમક બનશે. આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગજવવા અને લોકો સુધી ભ્રષ્ટાચારની વાત પહોંચાડવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 6 સભ્યોની સમિતિ બનાવી છે.
આ સમિતીમાં ગુજરાત કોંગ્રેસના બે ટોચના નેતાઓનો સમાવેશ કરાયો છે. 6 સભ્યોની સમિતીમાં ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડીયાને સમાવાયા છે. આ ઉપરાંત પીઢ નેતા જયપાલ રેડ્ડી, પ્રિયંકા ચતુર્વેદી, પવન ખેરા અને જયવીર શેરગિલનો પણ સમાવેશ કરાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -