રાફેલ વિવાદ વચ્ચે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સાથે કરી મુલાકાત
કોંગ્રેસ અધ્યક્ષે આગળ લખ્યું કે આજે તેઓ કોચ્ચિમાં કેરળની બૂથ કમિટીના સભ્યોને સંબોધિત કરવાના છે. તેમણે લખ્યું કે તેમની જનસભાને તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર લાઇવ પ્રસારણ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપણજી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર સાથે મુલાકાત કરી. ગોવા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે રાહુલ ગાંધી અંગત પ્રવાસ પર છે અને પરિકરના તબિયતના ખબર-અંતર પૂછવા પહોંચ્યા હતા. રાફેલ વિવાદ સાથે જોડાયેલી એક ઓડિયો ટેપ પર ચાલી રહેલા વિવાદની વચ્ચે રાહુલ ગાંધીએ મનોહર પર્રિકર સાથે મુલાકાત કરતા ચર્ચાનો વિષય બન્યો છે.
મનોહર પર્રિકર સાથે મુલાકાતને વ્યક્તિગત મીટિંગ ગણાવતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, આજે સવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સાથે મુલાકાત કરી હતી. મેં તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરી. આ એક અંગત મુલાકાત હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -