વાજપેયીના નિધન પર રાહુલ ગાંધીએ કહ્યું-‘ભારતે એક મહાન પુત્ર ગુમાવ્યા’
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Aug 2018 07:45 PM (IST)

1
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, ભારતે આજે એક મહાન પૂત્રને ગુમાવ્યો, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી હજારો લોકો પ્રેમ અને આદર કરતા હતા. અને તેમને યાદ કરીશું
2
ઉલ્લેખનીય છે કે વાજપેયીને હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. તેમની તબિયત બુધવાર રાતથીજ ખૂબજ નાજૂક બની ગઈ હતી. વાજપેયી 2014માં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાજપેયી ત્રણ વાર વડાપ્રધાન રહી ચુક્યા છે.
3
નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધનથી દેશભરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના અવસાન પર રાજનેતાઓ શોક વ્યક્ત કર્યો. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વાજપેયીને ભારતના મહાન પુત્ર ગણાવતા કહ્યું કે તેઓ તેમને હંમેશા યાદ કરીશું. રાહુલ ગાંધીએ આજે દિવસે દિલ્લી સ્થિત એમ્સ હોસ્પિટલમાં વાજપેયીના ખબર લેવા પહોંચ્યા હતા.