રાફેલ ડીલ: PM મોદી પર રાહુલના પ્રહાર કહ્યું, સાબિત કરીશું કે ચોકીદાર ચોર છે
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું, જે દિવસે તપાસ થશે ત્યારે બે નામ સામે આવશે અને તે હશે પીએમ મોદી અને અનિલ અંબાણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે HAL પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લેવામાં આવ્યો, સાથે તેમણે પુછ્યું કે CAGની રિપોર્ટ PAC માં કેમ ન આવી? CAGને બધી જાણકારી નથી આપવામાં આવી. રક્ષામંત્રીએ વારંવાર પોતાના નિવેદનો બદલ્યા અને પીએમ મોદી આ મુદ્દા પર કેમ નથી બોલતા. રાહુલ ગાંધીએ કહ્યું, જેપીસી તપાસની માંગ કેમ ન માનવામાં આવી અને PACને રાફેલની કિંમતો કેમ ન બતાવવામાં આવી.
નવી દિલ્હી: રાફેલ ડિલ પર આજે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કૉંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફ્રંસ કરી હતી. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતુ. રાહુલ ગાંધીએ પીએમ મોદીને ત્રણ સવાલ પુછ્યા હતા. તેમણે કહ્યું, રાફેલની કિંમતને લઈને આજે પણ સવાલ છે. તેમણે કહ્યું, 1600 કરોડમાં સોદો કેમ કરવામાં આવ્યો. રક્ષામંત્રી વારંવાર પોતાના નિવેદનો કેમ બદલે છે. અનિલ અંબાણીની કંપનીને કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો. આ મુદ્દા પર પીએમ મોદી કેમ નથી બોલતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -