‘સેક્રેડ ગેમ્સ’ વિવાદ પર રાહુલ ગાંધીનો જવાબ, કહ્યું- એક કાલ્પનિક પાત્રથી હકીકત નથી બદલાતી, મારા પિતાએ દેશ માટે આપ્યું બલિદાન
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના એક કૉગ્રેસ કાર્યકર્તાએ ‘સેક્રેડ ગેમ્સ’વેબ સીરીઝમાં પૂર્વ વડાપ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર વાંધાજનક શબ્દો પ્રયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે કૉંગ્રેસ કાર્યકર્તાએ નેટફ્લિક્સ, નવાજુદ્દીન સિદ્દીકી, સેક્રેડ ગેમ્સના નિર્માતા પર પૂર્વ વડાપ્રધાન રાજીગાધીને અપમાનિત કરવાનો લગાવ્યો છે. આ વેબ સીરીઝમાં એક સીનમાં નવાજુદ્દીન સિદ્દીકી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને અપશબ્દ બોલતા નજર આવી રહ્યા છે. તેમણે પૂર્વ પીએમ માટે ‘ફટ્ટૂ’ શબ્દનો પ્રયોગ કર્યો છે જેનો અંગ્રેજી સબ ટાઈટલ્સમાં વાંધાજનક શબ્દ દ્વારા અનુવાદ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું કે, “ભાજપ-આરએસએસ માને છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કાયદાકીય રીતે નિયંત્રણ અને દેખરેખ હોવી જોઈએ. મારું માનવું છે કે સ્વતંત્રતા આપણી મૂળભૂત લોકતાંત્રિક અધિકાર છે. મારા પિતા દેશ માટે જીવ્યા અને બલિદાન આપ્યું. કોઈ કાલ્પનિક વેબ સીરીઝ માટે કોઈ પાત્ર દ્વારા આ હકીકત બદલાઈ નથી જવાની.”
નવી દિલ્હી: નેટફ્લિક્સની વેબ સીરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ના એક એપિસોડમાં પૂર્વ વડાપ્રધાનમંત્રી રાજીવ ગાંધી પર ગંભીર પર આરોપ લગાવામાં આવ્યો હતો. જેને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, એક કાલ્પનિક પાત્ર હકીકતને નથી બદલી શકતું. રાહુલ ગાંધીએ અભિવ્યક્તિની સ્વતંત્રાને લઈને ભાજપ અને આરએસએસ પર પણ નિશાન સાધ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -