વરૂણ ગાંધીના કૉંગ્રેસમાં જોડાવવાની અટકળો પર રાહુલ ગાંધીએ શું આપ્યું નિવેદન, જાણો વિગત
વરૂણ ગાંધી કૉંગ્રેસમાં સામેલ થવાની વાતે ત્યારે જોર પકડ્યું જ્યારે તેઓ દિલ્હીમાં આયોજીત પાર્ટી કાર્યકારિણી બેઠકમાં હાજર નહોતા રહ્યા. પરંતુ હાલ સુધી વરૂણ ગાંધીએ આ મુદ્દે કોઈ નિવેદન નથી આપ્યું. વરૂણ ગાંધી સુલતાનપુરથી સાંસદ છે તેમની માતા મેનકા ગાંધી ભાજપ સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે. મેનકા ગાંધી પીલીભીતથી સાંસદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના નેતા વરૂણ ગાંધીની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો પર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. ઓડિશામાં એક કાર્યક્રમ દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, મને આ બાબતે કોઈ જાણકારી નથી. રાહુલ ગાંધીએ કહ્યું, મને વરૂણ ગાંધીના કૉંગ્રેસમાં જોડાવવા સંબંધી અટકળો વિશે કોઈ જાણકારી નથી.
ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી ચુક્યો છે કે વરૂણ ગાંધી આવનારા સમયમાં કૉંગ્રેસમાં સામેલ થઈ શકે છે. વરૂણ ગાંધી પણ ઘણી વખત પોતાની જ પાર્ટીની વિરૂદ્ધમાં નિવેદનો પણ આપી ચુક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -