કોંગ્રેસની શાનદાર જીત છતાં રાહુલ ગાંધીએ EVMને લઈને કરી આ મોટી વાત, જાણો વિગતે
રાહુલે કહ્યું હતું કે જે રીતે કોંગ્રેસ અને વિપક્ષ આગળ વધી રહ્યો છે તેનાથી લાગે છે કે ભાજપની આગળ મુશ્કેલી વધવાની છે. વિપક્ષ પુરી રીતે સંગઠિત છે અને એકસાથે લડશે. સપા અને બસપા વિચારધારા અમારી નજીક છે. અમે સંભવિત સંગઠનને લઈને ઘણા નરમ હતા પણ વાતચીત બની ન હતી. જે કાંઈપણ અમે મેળવ્યું તેનાથી હું ઘણો ખુશ છું. જોકે અમે તેલંગણામાં શાનદાર કર્યું હોત તો સારું લાગત.
ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ તરફ વલણ હોવા છતા રાહુલ ગાંધીએ ઇવીએમમાં પર સવાલ ઉભા કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી જીત થઈ હોવા છતા ઇવીએમ પર સવાલ ઉઠતા રહેશે. તેની અંદર જે ચીપ હોય છે તેની સાથે છેડછાડ કરવામાં આવે તો આખી ચૂંટણી પોતાના હકમાં કરી શકે છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બનાવવા જઈ રહી છે. મધ્યપ્રદેશમાં કોઈ પણ પક્ષને બહુમત નથી મળી પરંતુ અહીં પણ કોંગ્રેસ સરકાર બનાવી શકે છે કારણ કે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે. ત્રણ રાજ્યોમાં બમ્પર જીતની ખુશીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને અનેક મહત્ત્વની વાત કહી હતી. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ઈવીએમમાં ટેમ્પરિંગ થઈ શકે છે.