GST અને નોટબંધી પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું- ડૉ. જેટલી તમારી દવામાં નથી દમ
ગુજરાત અને હિમાચલની ચૂંટણી વચ્ચે કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ આજે એકવાર ફરી નાણામંત્રી અરૂણ જેટલી પર નિશાન સાધ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: જીએસટી અને નોટબંધીને લઈને વિપક્ષ સતત મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. નોટબંધની વર્ષગાંઠ પર જ્યાં એક બાજુ સરકાર જશ્નની તૈયારી કરી રહી છે ત્યા વિપક્ષ કાળો દિવસ મનાવવાની તૈયારી કરી રહ્યું છે.
તેના પહેલા સરકારે જીડીપીને લઈને કરવામાં આવેલા દાવા પર રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધી બીજી એક ટ્વિટ કરી કે, “ડિયર મિસ્ટર જેટલી, સ્વાંગ તમારો સાથ આપે.” રાહુલ ગાંધી જીએસટીને ‘ગબ્બર સિંહ ટેક્સ’ પણ કહી ચુક્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, ‘ડૉ જેટલી, નોટબંધી અને જીએસટીથી અર્થવ્યવસ્થા આસીયુમાં છે. તમે કહો છો કે તમે કોઈના થી કમ નથી, પણ તમારી દવામાં દમ નથી.’ રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી ટ્વીટર પર સતત સક્રીય છે અને સરકાર પર હુમલો કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -