✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાહુલ ગાંધીનો આરોપ - અરૂણ જેટલીની પુત્રીને મેહૂલ ચોક્સીએ આપ્યા લાખો રૂપિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Oct 2018 09:19 AM (IST)
1

રાયપુર: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે કેંદ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની પુત્રીને પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહૂલ ચોક્સીએ લાખો રૂપિયા આપ્યા છે. રાહુલ ગાંધીએ વિજ્ઞાન કૉંલેજ મેદાનમાં ખેડૂત રેલીને સંબોધિત કરતા કહ્યું, નીરવ મોદી અને મેહૂલ ચોક્સી 35 હજાર કરોડ રૂપિયાની ચોરી કરવાના આરોપી છે. બધા લોકો તેનું નામ જાણે છે. મેહૂલ ચોક્સીએ નાણા મંત્રી અરૂણ જેટલીની પુત્રીના બેંક ખાતામાં લાખો રૂપિયા નાખ્યા છે. તેમણે કહ્યું નાણા મંત્રીએ મેહૂલ ચોક્સી પર કોઈ કાર્યવાહી નથી કરી. મેહૂલ ચોક્સી દેશમાંથી ભાગી ગયો.

2

રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં પોતાની ચૂંટણી રેલી દરમિયાન પણ જેટલી પર આ આરોપો ફરી લગાવ્યા હતા. તેમને કહ્યું કે, નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશના 35 હજાર કરોડ રૂપિયા ચોરી કરનાર ચોર છે. મેહુલ ચોકસીએ નાણામંત્રી અરૂણ જેટલીની પુત્રીના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા નાંખ્યા. નાણામંત્રીએ મેહુલ ચોકસી પર કોઈ કાર્યવાહી કરી નહી અને તે ભાગી ગયો.

3

રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યું કે, નાણામંત્રીની પુત્રી ચોર મેહુલ ચોકસી માટે કામ કરી રહી હતી અને તેમના પિતા જેટલીએ ફાઈલ દબાવી દીધી. સાથે જ મેહુલ મેહુલને દેશમાંથી રફુચક્કર થવા દીધો. તે બાદ રાહુલે સોનાલી જેટલીના ICIC બેંક ખાતા નંબર શેર કરતાં લખ્યું કે, મીડિયાએ આ સ્ટોરીને દબાવી દીધી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાહુલ ગાંધીનો આરોપ - અરૂણ જેટલીની પુત્રીને મેહૂલ ચોક્સીએ આપ્યા લાખો રૂપિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.