રાફેલ ડીલ પર રાહુલે કહ્યું- પીએમને અહીં બોલાવો હું એક દિવસ માટે પત્રકાર બની જઇશ
રાહુલે પત્રકારોને સંબોધતા મોદી સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા, તેમને કહ્યું કે, પીએમ મોદીને અહીં બોલાવી લો હું પત્રકાર બની જઇશ.
પત્રકારોને રાહુલને કહ્યું તમે જે પ્રશ્ન કરો છો તેનો હુ જવાબ આપુ છુ, તમે એકવાર વડાપ્રધાનને મારી જગ્યાએ બેસાડી દો અને રાફેલ પર 3-4 પ્રશ્ન પુછો. હું દાવો કરુ છું કે એકપણ પ્રશ્નનો જવાબ નહીં આપી શકે અને ટેબલ છોડીને ભાગી જશે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે. રાહુલે ગુરુવારે રાફેલ ડીલ અને સીબીઆઇમાં ચાલી રહેલી ધમાસાનને લઇને મોદી સરકાર પર અનેક સવાલ ઉઠાવ્યા અને કેન્દ્રના મૌન અંગે કટાક્ષ કર્યો હતો.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદના નિવેદનનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે, ઓલાંદે સ્પષ્ટ કહ્યું છે કે, મને પીએમ તરફથી કહેવામાં આવ્યુ કે અનિલ અંબાણીને કૉન્ટ્રાક્ટ આપવાનો છે. રાહુલે કહ્યું આટલુ બધુ થઇ ગયુ પણ પીએમ મોદી એક શબ્દ પણ નથી બોલતા.
રાહુલે પત્રકારોને કહ્યું કે, તમે પીએમ મોદીને જ્યાં હું બેઠો છું ત્યાં બેસાડી દો, હું તમારી સાથે બેસીને એક દિવસ માટે પત્રકાર બની જઇશ અને રાફેલ પર 2-3 પ્રશ્ન પુછીશ. પીએમ જવાબ નહીં આપી શકે.