કર્ણાટકમાં રાહુલ ગાંધીનું મોટુ નિવેદન, કહ્યું- 2019માં ચૂંટણી જીતશું તો વડાપ્રધાન બનીશ
બેગ્લુંરુઃ કર્ણાટકમાં ચૂંટણી સંગ્રામ જામ્યો છે ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પોતાના ભાષણો આપવા મેદાને ચઢ્યા છે, નેતાઓ પોતાના અજબગજબના નિવેદનો આપીને ચર્ચામાં રહે છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જબરદસ્ત નિવેદન આપીને બધાને ચોંકાવી દીધી છે. રાહુલે નેક્સ્ટ પીએમ બનવાની વાત કહી દીધી છે.
બેગ્લુંરુમાં સમુદ્ધ ભારત કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો કે 2019 માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરે તો શું તમે વડાપ્રધાન બનશો? આના પર રાહુલે કહ્યું 'યસ વ્હાય નૉટ'
કર્ણાટકના રણમાં પુરા દમખમ સાથે ઉતરેલા રાહુલ ગાંધીએ પહેલીવાર કહ્યું કે, જો 2019ની લોકસભા ચૂંટણી જીતશું તો તે વડાપ્રધાન બની શકે છે. રાહુલ ગાંધીએ પહેલીવાર પોતાને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે રજૂ કરતાં કહ્યું કે, કેમ વડાપ્રધાન ના બનું.
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ અમિત શાહ પર મોટો હુમલો કર્યો, તેમને મર્ડરર કહ્યા છે. આ સાથે બેરોજગારીના મુદ્દા પર પીએમ મોદીને આડેહાથે લીધા હતા. રાહુલે કહ્યું કે, યુવાઓને નોકરી આપવાનું વચન આપ્યું હતુ, મોદી સરકારે પોતાનો વાયદો પુરો કરવો જોઇએ.
ચોંકાવનારી વાત તો એ છે કે રાહુલ ગાંધીએ પોતાનો વડાપ્રધાન પદના ઉમેદવારનો દાવો એવા સમયે કર્યો છે જ્યારે રાજકીય ગલીઓમાં ભાજપ પાસેથી સત્તા છીનવાની હોડમાં લાગેલી વિપક્ષી પાર્ટીઓમાં એક સ્વીકાર્ય નેતાની તલાસ પુરજોશમાં છે. અખિલેશ-માયાવતીની મિત્રતાની વચ્ચે રાહુલનું આ નિવેદન ખાસ મનાઇ રહ્યું છે.