રામચંદ્ર ગુહા- નિવૃત્ત થાય રાહુલ ગાંધી, લગ્ન કરે અને ઘર વસાવે, 15-20 વર્ષ સુધી BJPનું રહેશે રાજ
કોંગ્રેસમાં બુદ્ધિજીવી અને ખૂબ જ સંવેદનશીલ નેતા છે પરંતુ તે ગાંધી પર વધારે નિર્ભર છે. હું આ નિર્ભરતાને સમજી નથી શકતો. કોંગ્રેસ ભલે હવે પછીની ચૂંટણીમાં એન્ટીઇનકમ્બેસીને કારણે 44તી 70 અથવા 100 સીટ સુધી પહોંચી જાય, પરંતુ તે ફરીથી મોટી તાકાત નહીં બની શકે. રાહુલ ગાંધીએ રાજનીતિમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ, લગ્ન કરીને ઘર વસાવવું જોઈએ. આ જ તેમના માટે યોગ્ય રહેશે અને ભારત માટે પણ સારું રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ આદમી પાર્ટી અને ગુજરાતમાં દલિતોની એકતા સાથે જોડાયેલ સવાલ પર ગુહાએ જણાવ્યું હતું કે, તમામ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, ભાજપ એવું ન વિચારી શકે કે કોઈ અસર નહીં થાય. ત્યાં સુધી કે જે લોકોએ નરેન્દ્ર મોદી માટે વોટ કર્યા છે, તે પણ તેની મોટી મોટી વાતો, ઠાલા વચનો, તેમના સૌથી અલગ કપડા અને મીડિયા સાથે લગાવ પર ટિપ્પણી કરી રહ્યા છે. પરંતુ તેમના સિવાય કોઈ એવો નેતા નથી જેને સમર્થન મળી શકે. પહેલા લોકોને લાગતું હતું કે નીતીશ કુમાર અને અરવિંદ કેજરીવાલ વિકલ્પ બની શકે છે, પરંતુ તેમણે લોકોને નિરાશ કર્યા છે.
કોંગ્રેસ કબબેક કરશે તેના સવાલ પર ગુહાએ જણાવ્યું હતું કે, વિતેલા અનુભવની જેમ જ મને લાગતું હતું કે કોંગ્રેસ કમબેક કરી શકે છે પરંતુ હવે મારી મૂંઝવણ વધતી જઈ રહી છે. કોંગ્રેસની બહાર એક ઈકો ચેમ્બર છે જ્યાં રાહુલ ગાંધી ઉપહાસને પાત્ર છે અને તે લોકો તેમનો મજાબ બનાવે છે જે કોંગ્રેસના બિરબલ વ્યૂથી સમહત હોય.
વિચારધારાની વાત નથી કરતો પરંતુ ભાજપની ભૂમિકા ભારતીય રાજનીતિમાં 1960 અને 1970ના દાયકાની કોંગ્રેસ જેવી હશે. જ્યાં કેટલાક પડકાર જરૂર રહશે- કેરળમાં કોમ્યુનિસ્ટ, બંગાળમાં તૃણમૂલ, તમિલનાડુમાં દ્રવિડન પાર્ટી, પરંતુ ભાજપ હાવી રહેશે. મને લાગે છે કે, આવતા 15-50 વર્ષ માટે બાજપ રાજ કરશે અને ભારતીય રાજનીતિની તાકત બની રહેશે.
જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિવૃત્ત થવાની સલાહ આપી છે. ઈટીને આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, આનાવાર કેટલાક વર્ષ સુધી ભાજપ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી બનીને ઉભરશે. તેમણે કહ્યું કે, ઘણાં લોકો એવું વિચારે છે કે કોંગ્રેસ રાષ્ટ્રીય રાજનીતિમાં પરત ફરી શકે છે. પરંતુ મને લાગે છે કે ભવિષ્યમાં ભાજપ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરતી દેખાઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -