કેન્દ્ર સરકારના કોમ્પ્યુટર જાસૂસીના નિર્ણય પર રાહુલ ગાંધીનો પ્રહાર, PM મોદીને ગણાવ્યા ‘અસુરક્ષિત તાનાશાહ’
બીજી તરફ અમિત શાહે પણ રાહુલ ગાંધી પર નિશાન સાંધતા કહ્યું કે્, ‘રાહુલ ગાંધી ફરીથી ગભરાઇને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરવાની રાજનીતિ કરી રહ્યા છે. યૂપીએ સરકારે ગેરકાયદેસરની જાસૂસી પર કોઈજ પ્રકારનો પ્રતિબંધ નહોતો લગાવ્યો. જ્યારે મોદી સરકારે નાગરિકોની સુરક્ષા માટે પગલું ઉઠાવ્યું ત્યારે રાહુલ ગાંધી ષડયંત્રના નામ પર શોર મચાવી રહ્યા છે. ’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, “મોદીજી ભારતને પોલીસ રાજમાં બદલવાથી તમારી સમસ્યાઓનો ઉકેલ નહીં આવી જાય. તેનાથી એક અરબથી વધુ ભારતીય નાગરિકો સમક્ષ માત્ર એટલું જ સાબિત થશે કે તમે કેવા પ્રકારના અસુરક્ષિત તાનાશાહ છો.”
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એજન્સીઓને દેશમાં ચાલી રહેલ કોઈપણ કોમ્પ્યૂટરમાં જાસૂસી કરવાની મંજૂરી આપી દીધી છે. જેને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાંધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશને પોલીસ રાજમાં તબદીલ કરવાથી તેઓની સમસ્યાઓનું નિવારણ નહીં થઇ જાય. રાહુલે આરોપ લગાવતા કહ્યું કે તેનાથી માત્ર એટલુંજ સાબિત થશે કે મોદી એક ‘અસુરક્ષિત તાનાશાહ’ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે 10 કેન્દ્રીય એજન્સીઓને દેશમાં ચાલી રહેલ કોઈપણ કોમ્પ્યૂટરમાં તપાસ કરવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર દેશની આ સુરક્ષા એજન્સીઓ કોઈપણ વ્યક્તિના કોમ્પ્યૂટરમાં જનરેટ, ટ્રાન્સમિટ, રિસીવ અને સ્ટોર કરવામાં આવેલ કોઈપણ દસ્વાતેજને જોઈ શકે છે. જેને લઈને વિવાદ પણ શરૂ થઇ ગયો છે. અને વિરોધીઓ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર ઇન્ટેલિજન્સ બ્યૂરો, નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો, પ્રવર્તન નિદેશાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ, ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ, સીબીઆઈ, એનઆઈએ, કેબિનેટ સેક્રેટરિએટ (રો), ડાયરેક્ટર ઓફ સિગ્નલ ઇન્ટેલિજન્સ અને દિલ્લીના કમિશ્નર ઓફ પોલીસને દેશમાં ચાલી રહેલ કોઈપણ કોમ્પ્યૂટરની જાસૂસી કરવાની મંજૂરી આપવામાં આવી છે. વિવાદ બાદ ગૃહ મંત્રાલયે કહ્યું કે કોમ્પ્યૂટર તપાસ માટે ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -