આજથી રાહુલ ગાંધીનું 'બંધારણ બચાવો' અભિયાન, 2019 ચૂંટણી માટે કોંગ્રેસની દલિત વૉટ બેન્ક પર નજર
આ રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત આજે રાજધાની દિલ્હીના તાલકરોટા સ્ટેડિયમથી થશે. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જૂન ખડગે અને સુશીલ કુમાર શિંદે પણ સામેલ થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ કાર્યકર્તાઓને આ અભિયાન તેમના તેમના વિસ્તારોમાં ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાર્યકર્તા લોકોને એવુ પણ સમજાવશે કે કોંગ્રેસ અન્ય પાર્ટીઓની સરખામણીમાં દલિતો અને નીચલા સ્તરના લોકોના હિત માટે મજબૂતાઈથી લડાઈ કરી રહી છે.
સોનિયા ગાંધી આ કાર્યક્રમમાં સામેલ થશે કે નહીં તે વિશે પાર્ટી તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. તેમાં પંચાયત, સ્થાનિક સંસ્થા અને જિલ્લા સ્તરના પાર્ટી અધિકારીઓ ભાગ લે તેવી શક્યતા છે.
આ અભિયાન આવતા વર્ષે ભીમરાવ આંબેડકર જયંતી એટલે કે 14 એપ્રિલ 2019 સુધી ચાલુ રહેશે. માનવામાં આવે છે કે, કોંગ્રેસ આ અભિયાન દ્વારા મોદી સરકારને દલિત વિરોધી ગણાવીને આ સમુદાયમાં પોતાની જગ્યા ઊભી કરવા માગે છે. જેથી આવતા વર્ષે આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો થાય. નોંધનીય છે કે, દેશમાં 17 ટકા દલિત વોટર્સ છે.
કોંગ્રેસને તેનો ફાયદો કર્ણાટક, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં મળશે. આ રાજ્યોમાં આ વર્ષે જ ચૂંટણી થવાની છે. બધારણ બચાઓ અભિયાન શરૂ કરવાના કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે અને સુશીલ કુમાર શિંદે સામેલ થાય તેવી શક્યતા છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી 'બંધારણ બચાવો' અભિયાનની શરૂઆત કરશે. જેનો ઉદ્દેશ્ય બંધારણ અને દલિતો પર કથિત હુમલાઓના મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાનું છે. આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા દલિત સમુદાયની વચ્ચે પોતાની પક્કડ મજબૂત કરવાના પ્રયાસ અંતર્ગત કોંગ્રેસનું આ અભિયાન ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -