આજે થશે પૂર્વ સૈનિક રામકિશનના અંતિમ સંસ્કાર, રાહુલ ગાંધી પણ જશે, આપઘાત પર ઉઠ્યા સવાલ
સુબેદાર રામકિશન ગ્રેવાલે વન રેન્ક વન પેન્શનને લઈને આપઘાત કર્યો છે. પરંતુ એ તો રામકિશને પણ વિચાર્યું નહીં હોય કે તેમની આત્મહત્યા દિલ્હીના રાજકારણમાં ભૂકંપ લાવી દેશે. તેની આત્મહત્યા બે મોટી રાજકીય પાર્ટીને રાજકારણ કરવાનું કારણ આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીડિત પરિવારને મળવાની જિદ કરનાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયા અને રાહુલ ગાંધીની અટકાયત પણ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેમને છોડી મુકવામાં આવ્યા હતા. રામકિશનની આત્મહત્યા ત્યારે મોટો મુદ્દો બની ગયો જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રસ્તા પર હલ્લા બોલ કર્યું. સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી છે કે, સરકારે સ્યુસાઈડને લઈને કેટલાક સવાલ પણ ઉઠાવ્યા છે.
નવી દિલ્હીઃ વન રેન્ક વન પેન્શનને લઈને સ્સુસાઈડ કરનાર પૂર્વ સૈનિક રામકિશન ગ્રેવાલના અંતિમ સંસ્કાર આજે હરિયાણાના ભિવાનીમાં થશે. તેના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થશે. ગઈકાલે રામકિશને આત્મહત્યાના મુદ્દે કોંગ્રેસ અને આપ પાર્ટીએ ખૂબ હંગામો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -