✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બંધારણ બચાવો અભિયાનમાં બોલ્યા રાહુલ ગાંધી - મોદીના દિલમાં દલિતો માટે જગ્યા નથી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Apr 2018 03:54 PM (IST)
1

રાહુલ ગાંધીએ નિશાન સાધતાં કહ્યું કે, જે ટોયલેટને સાફ કરે છે, જે ગંદકી ઉઠાવે છે. તેમનો શું અધ્યાત્મ નથી હોતો, જે વાલ્મિકી સમાજ કરે છે. વાલ્મિકી સમાજનો વ્યક્તિ આ કામ પોતાનું પેટ ભરવા માટે નથી કરતો, પરંતુ આ કામ એટલે કરે છે કેમકે તે આ કામ અધ્યાત્મ માટે કરે છે. તેમના માતા-પિતા સહેલાયથી આ કામ છોડી શકે છે પરંતુ તેઓએ છોડ્યું નહીં. આ દરમિયાન ઉપસ્થિત કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદી મુર્દાબાદના સૂત્રોચ્ચારો કર્યાં તો રાહુલ ગાંધીએ નારેબાજી કરવાની મનાઈ કરી દીધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું સમગ્ર દેશ સમજે છે કે મોદીજીને માત્ર મોદીજીમાં રસ છે.

2

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સમયે દેશની તમામ બંધારણિય સંસ્થાઓમાં RSSના લોકોને બેસાડી દીધાં છે. આ તમામ સંસ્થાઓને બરબાદ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટને કચડવામાં આવી રહી છે. આ અભિયાન આગામી વર્ષ આંબેડકરની જયંતિ સુધી ચાલુ રહેશે. કોંગ્રેસ આ અભિયાનથી મોદી સરકારને દલિત વિરોધ ગણાવીને દલિત વોટ અંકે કરવા માંગે છે, કે જેથી 2019માં થનારી લોકસભા ચૂંટણીમાં તેનો ફાયદો મળી શકે છે.

3

નવી દિલ્લી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં દલિત સમ્મેલનના માધ્યમથી 'સંવિધાન બચાવો અભિયાન'ની શરૂઆત કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ દલિતો, અલ્પસંખ્યકો, બળાત્કાર, ન્યાયપાલિકા, ભ્રષ્ટાચાર સહિત અન્ય મુદ્દાઓને હથિયાર બનાવી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પડકાર આપતા કહ્યું મને સંસદમાં 15 મિનિટ બોલવા દેવામાં આવે તો પ્રધાનમંત્રી ઉભા પણ નહી રહી શકે. આ કાર્યક્રમમાં રાહુલ બોલ્યા કે જે મોદીની વિચારધારા છે તેને દેશના દરેક વ્યક્તિએ સમજવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું દેશમાં દલિતોની સામે અત્યાચારો વધી રહ્યા છે. મોદીના દિલમાં દલિતો માટે કોઈ જગ્યા નથી.

  • હોમ
  • India-news
  • દેશ
  • બંધારણ બચાવો અભિયાનમાં બોલ્યા રાહુલ ગાંધી - મોદીના દિલમાં દલિતો માટે જગ્યા નથી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.