ટ્વિટર પર રાહુલનો PM મોદી પર પ્રહાર, સોશલ મીડિયા યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ
રાહુલ ગાંધીના આ ટ્વિટસને લોકોની પ્રતિક્રિયા પણ મળી છે. સરજી મોદીજીની લાઈન છોડી અમને માત્ર તમારી આ લાઈનનો મતલબ સમજાવી દો.
પોતાના એક ટ્વિટમાં રાહુલે કહ્યું, ‘મોદીજી, તમારી પાર્ટી 22 વર્ષથી અહીં સરકારમાં છે અને હવે તમે કહો છો કે 2022 સુધી ગુજરાતમાંથી ગરીબી નાબૂદ કરી દેશો’. આવીજ કેટલીક ટ્વિટ રાહુલ ગાંધીએ બીજી પણ કરી છે જને લઈને અનેક ટ્વિટર યૂઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
નવી દિલ્લી: કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસે સોશલ મીડિયા પર ટ્રોલ થતા રહે છે. તેમનું આપેલુ દરેક નિવેદન ટ્રોલ થઈ જાય છે તે પછી કંઈ ગંભીર મુદ્દો કેમ ના હોય. પરંતુ હાલમાં જ રાહુલ ગાંધીનો ટ્વિટર પર અંદાજ બદલાયેલો બદલાયેલો નજર આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધી પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા કટાક્ષ કરી રહ્યા છે. તેની શરૂઆત ગુજરાતમાં પીએમ મોદીના કામકાજ પર સવાલ ઉઠાવતા થઈ છે.