પ્રિયંકાને મેદાનમાં ઉતાર્યા બાદ હવે રાહુલ લઇ શકે છે આ બીજો મોટો નિર્ણય, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jan 2019 10:03 AM (IST)
1
નોંધનીય છે કે, કોંગ્રેસને રાજ્યમાં સપા-બસપા ગઠબંધનમાં જગ્યા ના મળવાથી રાહુલે મોટો નિર્ણય લેતા પુર્વ યુપીની કમાન બહેન પ્રિયંકાના હાથમાં સોંપી છે.
2
સુત્રો અનુસાર, રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને હવે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી માટે બે પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવાની તૈયારીમાં છે. કોંગ્રેસ હવે ઉત્તર પ્રદેશમાં પુરેપુરુ દમખમ લગાવવા તૈયાર થયુ છે.
3
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં કોગ્રેસ અધ્યક્ષ જબરદસ્ત કમર કસી રહ્યાં છે. યુપીમાં એકલા હાથે ચૂંટણી લડવા માટે હવે અવનવા અખતરા કરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, પ્રિયંકાને યુપીના મેદાનમાં ઉતાર્યા બાદ હવે કોંગ્રેસ બીજો એક મોટો નિર્ણય કરી શકે છે.