કૉંગ્રેસે દિલ્હીની તાજ હોટલમાં આપી ઇફ્તાર પાર્ટી, અનેક દિગ્ગજ નેતાઓ થયા સામેલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઇફ્તાર પાર્ટીમાં રાહુલ ગાધીએ ચર્ચા દરમિયાન વડાપ્રધાન નેરન્દ્ર મોદીના ફિટનેસ ચેલેન્જ વીડિયોને વિચિત્ર ગણાવ્યો હતો. નોંધનીય છે કે ક્રિકેટર વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જ પર વડાપ્રધાન મોદીએ બુધવારે વ્યાયામ કરતો એક વીડિયો શેર કર્યો હતો. પીએમ મોદીના આ વીડિયોને લઇને વિવાદ શરૂ થઈ ગયો છે. કૉંગ્રેસે આ વીડિયોને બુધવારે પાકિસ્તાનના હુમલામાં ચાર જવાનોની શહીદી સાથે જોડી દીધો છે. કૉંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ પીએમ મોદી પર જવોનોની શહીદીનું અપમાનનો આરોપ લગાવ્યો છે.
ઇફ્તાર પાર્ટી માટે કૉંગ્રેસે 18 રાજકીય પાર્ટીના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. જેમાં માકપાના મહાસચિવ સીતારામ યેચુરી, ગુલામ નબી આઝાદ, કૉંગ્રેસ નેતા અહમદ પટેલ, રાજીવ શુક્લા, શીલા દીક્ષિત પણ સામેલ થયા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ પાર્ટી હતી.

નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીની તાજ હોટલમાં ઇફ્તાર પાર્ટી આપી હતી. આ ઇફ્તાર પાર્ટીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. જો કે આ ઇફ્તાર પાર્ટીમા સમાજવાદી પાર્ટી તરફથી કોઈ પણ સામેલ થયું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -