1 સપ્ટેમ્બરથી નહી મળે રેલ દુર્ઘટના વીમો, એક્સીડેન્ટ મૃત્યુ પર મળતા હતા 10 લાખ
રેલવેની આ યોજના મુજબ મુસાફરોને દુર્ઘટનામાં મૃત્યું થવા પર 10 લાખ રૂપિયા સુધી વીમો મળતો હતો. જ્યારે દિવ્યાંગ હોવાની સ્થિતિમાં 7.5 લાખ રૂપિયા સુધી વળતર મળતું. તેમજ ઘાયલ થવા પર અને શબને ઘર સુધી લઈ જવા માટે 10 હજાર રૂપિયા આ વીમા યોજના મુજબ મળતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે તેને એક સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવશે. દુર્ઘટના વીમા પર હવે કેટલો શૂલ્ક લેવામાં આવશે તે હજુ નક્કી નથી થયું કારણ કે વીમા કંપનીઓ સાથે તેના ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. ત્રણ કંપનીઓને ટેન્ડર આપવામાં આવે છે.
નોટબંધી પહેલા ઈંશ્યોરન્સ માટે 92 પૈસા લાગતા હતા પરંતુ નોટબંધી દરમિયાન ઓન લાઈન ટિકીટમાં વધારો કરવા માટે તમામ ઓન લાઈન ટિકીટ ખરીદનારા મુસાફરોને એક સમાન રીતે મફતમાં વીમો આપવામાં આવતો હતો. જે અત્યાર સુધી મળી રહ્યો હતો.
નવી દિલ્હી: ભારતીય રેલવે દુર્ઘટના વીમાની યોજનાને લઈને એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ, રેલવેએ ઓનલાઈન ટિકીટ બુકિંગ સિસ્ટમમાં મુસાફરોને મફત દુર્ઘટના વીમો આપવાની યોજના બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -