2 દિવસ રેલ્વે રિઝર્વેશનમાં થશે તકલીફ, ટિકીટ બુક કરાવવામાં સર્જાશે મુશ્કેલી
આ જાહેરાત રેલ્વે દ્વારા એવાં સમયે કરવામાં આવી છે કે જ્યારે લોકો ઉનાળામાં રજાઓ માટે ઘરે જવાની તૈયારી કરે છે. આ સિઝનમાં રિઝર્વેશન કેન્દ્ર પરનાં લોકોની લાઇનો લાંબી થઇ જાય છે. જો કે, જે લોકો રિઝર્વેશન કાઉન્ટર્સ પર ટિકિટ બુક કરાવે છે તેઓ કોઈ સમસ્યાનો સામનો કરશે નહીં. કારણ કે રિઝર્વેશન કેન્દ્ર 8 વાગ્યે શરૂ થાય છે. તે જ સમયે, જે લોકો ઓનલાઇન રિઝર્વેશન કરે છે તેઓને આ સમય દરમિયાન ટિકિટ મેળવી શકશે નહીં.
પરિણામે, આ સમયગાળા દરમિયાન ઉત્તર રેલવે, નોર્થ સેન્ટ્રલ રેલવે અને નોર્થ ઇસ્ટર્ન રેલવે માટે રેલવે બંધ રહેશે. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે 139 પૂછપરછ સેવા અને રાષ્ટ્રીય ટ્રેઇન પૂછપરછ સિસ્ટમ (NTES) સર્વિસ દરમ્યાન ઉપલબ્ધ હશે.
નવી દિલ્લી: જો તમે ટ્રેનમાં રિઝર્વેશન કરી રહ્યાં હોવ, તો હવે સાવધ રહો. શનિવાર અને રવિવારે ઓનલાઈન રિઝર્વેશન સિસ્ટમમાં થોડી મુશ્કેલી પડશે. આ સંદર્ભે ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે, રેલ આરક્ષણ સિસ્ટમ પૂછપરછ સેવા 5 અને 6મેના મધરાત્રિએ 1 કલાક 45 મિનિટે તથા 6મેંએ 1 કલાક ને 10 મિનીટે અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવશે.
ઉત્તરીય રેલવેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ IRCAમાં સામાન્ય વિદ્યુત જાળવણી કરવામાં આવે છે. આ કામ માટે આરક્ષણ પ્રણાલીને 5મેં અને 6મેંનાં રોજ 2018ની મધ્યરાત્રિએ 10:30થી 12:15 સુધી 1 કલાકને 45 મિનીટ અને 6મેં 2018નાં રોજ સવારે 5:15 કલાકેથી 6:25 વાગ્યા સુધી 1 કલાકને 10 મિનિટ માટે બંધ રાખવામાં આવશે.