Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રેલવેની 89000 જગ્યાઓ પર દોઢ કરોડથી પણ વધારે ઉમેદવારોએ કરી અરજી
રેલવે બોર્ડને દોઢ કરોડ પ્રાથમિક રજિસ્ટ્રેશન મળ્યા છે. પ્રાથમિક રજિસ્ટ્રેશમાં ઉમેદવારે પોતાનુ નામ અને સરનામાની વિગતો લખવાની હોય છે. અધિકારીએ જણાવ્યું તે ત્યારબાદ ઉમેદવારે એપ્લિકેશ ફોર્મમાં બાકીની વિગતો ભરવાની રહશે. પ્રાથમિક રજિસ્ટ્રેશનમાં નામ, સરનામુ, જન્મ તારિખ, મેઈલ આઈડી અને મોબાઈલ નંબર જેવી વિગતોની સાથે શૈક્ષણિક લાયકાત પણ ભરવાની હોય છે. રેલવેની ભરતી માટે ઉમેદવાર 31 માર્ચ સુધી આવેદન કરી શકે છે. રેલવે આગામી મે મહિનામાં આ પરીક્ષાનું આયોજન કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રુપ સી અને ગ્રુપ-ડી માટે બહાર પાડવામાં આવેલી ભરતીમાં અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધારે ઉમેદવારોએ અરજી કરી છે અને આ અરજીમાં હજુ પણ વધારો થશે. માહિતી તે પણ સામે આવી છે કે રેલવે આગામી મેં મહિનામાં આ પરીક્ષાનું આયોજન કરશે.
નવી દિલ્લી: રેલવેમાં 90 હજારની ભરતીઓ માટે અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધારે ઉમેદવારો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. રેલવેએ અત્યાર સુધીની સૌથી મોટી ભરતી બહાર પાડી છે. ભરતી માટે ફૉર્મ ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ રાખવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -